ખરતા વાળની સમસ્યાથી છૂટકારો મેળવવા ઈચ્છતા હોવ તો રોઝમેરી ઑઈલનો ઉપયોગ કરી શકો છો. રોઝમેરી ઑઈલમાં એન્ટીઑક્સિડેન્સ હોય છે. સ્કેલ્પ ઈન્ફેક્શનના કારણે પણ વાળ ખરવાની સમસ્યા થાય છે. જેનાથી છૂટકારો મેળવવા માટે રોઝમેરી ઑઈલનો ઉપયોગ ફાયદાકારક રહે છે. રોઝમેરી ઑઈલમાં એન્ટીઈંફ્લેમેટરી, એન્ટી ઑક્સિડેન્ટ ગુણ હોય છે. રોઝમેરી ઑઈલમાં વિટામિન સી હોય છે. જાણો રોઝમેરી ઑઈલનો ઉપયોગ કરવાની રીતો અંગે. આ વિષય પર વધુ માહિતી માટે અમે લખનઉના વિકાસ નિગમમાં આવેલ પ્રાંજલ આયુર્વેદિક ક્લીનિકના ડૉ. મનીષ સિંહ સાથે વાત કરી.

વાળ માટે રોઝમેરી ઑઈલના ફાયદા
વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી છૂટકારો મળે છે. ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે. ખંજવાળથી રાહત મળે છે. વાળનો વિકાસ સારો થાય છે.
રોઝામેરી ઑઈલથી માલિશ કરો
વાળ ખરવાની સમસ્યા દૂર કરવા માટે રોઝમેરી ઑઈલથી માલિશ કરો. રોઝમેરી તેલને નારિયેળ તેલ સાથે મિક્સ કરી નવશેકુ ગરમ કરો. વાળ પર તેલ લગાવી સારી રીતે માલિશ કરો. 15 મિનિટ બાદ વાળ ધોઈ લો. તેનાથી વાળ ખરવાની સમસ્યા દૂર થશે.
રોઝમેરી અને મહેંદી પાવડર
2 થી 3 ચમચી મહેંદી પાવડર લો. તેમાં રોઝમેરી ઑઈલનાં 4-5 ટીંપાં મિક્સ કરો. આ મિશ્રણને સ્કેલ્પ અને વાળ પર લગાવો. 30 મિનિટ બાદ શેમ્પૂથી વાળ ધોઈ લો.
રોઝમેરીથી ધોઈ લો વાળ
રોઝમેરીથી વાળ ધોઈને પણ વાળ ખરવાની સમસ્યાને દૂર કરી શકાય છે. કોઈપણ માઈલ્ડ શેમ્પૂ લો અને તેમાં રોઝમેરી ઑઈલ મિક્સ કરી લો. આ મિશ્રણથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં 2 થી 3 વાર આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરી શકો છો.
રોઝમેરી ઑઈલ અને ત્રિફળા પાવડર
વાળ ખરવાની સમસ્યાનો ઈલાજ કરવા માટે 3 થી 4 ચમચી ત્રિફળા પાવડર લો. ત્રિફળા પાવડરમાં રોઝમેરી ઑઈલનાં 4-5 ટીંપાં મિક્સ કરો. આ મિશ્રણને વાળના મૂળમાં લગાવી લો. 30 મિનિટ બાદ વાળ ધોઈ લો. અઠવાડિયામાં 1-2 વાર આ મિશ્રણનો ઉપયોગ કરી શકો છો.
રોઝમેરી ઓઈલ અને એલોવેરા
વાળ ખરવાની સમસ્યા દૂર કરવા માટે એક બાઉલમાં એલોવેરા લો.એલોવેરામાં રોઝમેરી ઑઈલનાં 3-4 ટીંપાં મિક્સ કરો. આ મિશ્રણને સ્કેલ્પ પર લગાવો.30-40 મિનિટ બાદ વાળ ધોઈ લો.વાળ ખરવાની સમસ્યા અટકાવવા માટે વાળની સાફસફાઈ પર ધ્યાન આપો અને ઉપર જણાવેલ ઉપાયોને ટ્રાય કરો. જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને શેર કરવાનું ન ભૂલો.
Disclaimer
આ માહિતીની સટિકતા, સમયબદ્ધતા અને વાસ્તવિકતા સુનિશ્ચિત કરવાના હરસંભવ પ્રયત્ન કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ઓન્લીમાયહેલ્થ ડૉટ કૉમની નથી. અમારી તમને નમ્ર વિનંતિ છે કે, કોઈપણ ઉપાય અજમાવતાં પહેલાં તમારા ડૉક્ટરનો સંપર્ક ચોક્કસથી કરો. અમારો ઉદ્દેશ્ય તમને માહિતી આપવાનો છે.