Bad Cholesterol: સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે બેડ કોલેસ્ટ્રોલ, આ ત્રણ વસ્તુઓથી કરી શકાય છે કંટ્રોલ

Bad Cholesterol: કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે, ગુડ અને બેડ. બેડ કોલેસ્ટ્રોલ એટલે કે લો-ડેન્સિટી લિપોપ્રોટીન શરીર માટે હાનિકારક હોય છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 19 Oct 2024 03:29 PM (IST)Updated: Sat 19 Oct 2024 03:30 PM (IST)
bad-cholesterol-how-dangerous-is-it-and-3-ways-to-normalize-it-415848

Bad Cholesterol: કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે, ગુડ અને બેડ. બેડ કોલેસ્ટ્રોલ એટલે કે લો-ડેન્સિટી લિપોપ્રોટીન શરીર માટે હાનિકારક હોય છે. લાઈફસ્ટાઈલ અને ખાવા-પીવાની આદતોમાં ફેરફાર કરી તેમાં ઘણો સુધારો કરી શકાય છે. બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કેટલાક ઉપાયો અપનાવવા જોઈએ.

કોલેસ્ટ્રોલનું સામાન્ય સ્તર શું છે?

ડૉક્ટરના મતે, જો લોહીમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર 100 mg/dL કરતા ઓછું હોય તો તેને સામાન્ય માનવામાં આવે છે. પરંતુ જ્યારે આ સ્તર 130 mg/dL કરતાં વધી જાય, ત્યારે તે સ્વાસ્થ્ય માટે ચેતવણી છે. જો બેડ કોલેસ્ટ્રોલ 160 mg/dLથી ઉપર પહોંચી જાય, તો તે એક ગંભીર સંકેત છે, જે દર્શાવે છે કે કોલેસ્ટ્રોલ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે.

કોલેસ્ટ્રોલની તપાસ ક્યારે કરાવવી?

બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવું હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી વર્ષમાં ઓછામાં ઓછું એકવાર કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જોઈએ. જો હૃદયરોગ, ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશર હોય, તો કોલેસ્ટ્રોલની નિયમિત તપાસ કરાવવી જોઈએ.

કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઉપાય

  • અજવાઈનમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
  • લીલા શાકભાજી જેમ કે, ફૂલકોબી, કોબીજ, પાલક, ટામેટા બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં કારગર સાબિત થઈ શકે છે.
  • ધૂમ્રપાન બેડ કોલેસ્ટ્રોલનું મુખ્ય કારણ છે. તેથી, જો તમે ધૂમ્રપાન કરો છો તો તરત જ બંધ કરી દો. તેના બદલે, શારીરિક એક્ટિવિટીમાં વધારો કરો, જે શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
  • અનસેચુરેટેડ ફેટ વાળા ડાયટનો સમાવેશ કરો. ઓલિવ ઓઈલ, અખરોટ, બદામ અને માછલીમાં જોવા મળતી અનસેચુરેટેડ ફેટ ગુડ કોલેસ્ટ્રોલને વધારીને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
  • ફાઈબરથી ભરપૂર ખોરાક લો જેમ કે કઠોળ, ફળો અને આખા અનાજ ફાઈબરનો સારો સોર્સ છે. ફાઈબર શરીરમાં કોલેસ્ટ્રોલનું શોષણ ઘટાડે છે.
  • આ સિવાય બીજના તેલનો ઉપયોગ કરો.
  • નિયમિત કસરત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરરોજ 30 મિનિટ સુધી મધ્યમ ગતિએ કસરત કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. આ સિવાય બેડ કોલેસ્ટ્રોલ શોધવા માટે સમય સમય પર બોડીનો લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ કરાવવો જોઈએ.