Kachariyu Recipe: શિયાળો આવે અને કચરીયું ભૂલાઈ જાય તેવું ચાલે. પોષકતત્વથી ભરપૂર તલમાંથી બનતું આ કચરીયું સ્વાદમાં મીઠું હોય છે. આજે બજારમાં કચરીયું સરળથાથી કાઢી આપનારા હોય છે. પરંતુ તમે ઘરે પણ તેને સરળતાથી બનાવી શકો છો. ચાલો જાણીએ રેસિપી.
કાચરીયું બનાવવાની સામગ્રી
- 2 વાટકા કાળા તલ
- 1 વાટકો ગોળ
- 7 ખજૂર
- 1 નાનો ટુકડો છીણેલું નારિયેળ
- 2 ચમચી તલનું તેલ
- 6 કાજુ
- 6 બદામ
- 1 ચમચી ગંઠોડા પાવડર
- 1 ચમચી સૂઠ
કચરીયું બનાવવાની રીત
- કાળા તલને સૌ પ્રથમ શેકી લો.
- પછી તેને મિક્સરમાં પીસી લો.
- હવે તેમા ગંઠોડા પાવડર, સૂઢ, કાજુ, બદામ ખજૂર, ગોળ, કોપરુ મિક્સ કરી ફરી પીસી લો.
- એક તપેલીમાં કાઢી તેમા તલનું તેલ ઉમેરો.
- બરાબર મિક્સ કરો. તેમાં ખજૂર, કાજુ અને બદામનું કટિંગ ઉમેરી ગાર્નિસ કરો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.