Gujarati Masala Khichdi Recipe: સૌથી ઝડપી અને ટેસ્ટી બનતી કોઈ વાનગી હોય તો તેમા ખીચડીનું નામ પણ આવે છે. મસાલા ખીચડી ટેસ્ટી કઈ રીતે બનાવવી તે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
મસાલા ખીચડી બનાવવાની સામગ્રી
- એક વાટકોચોખા
- અડધો વાટકો તુવેરદાળ
- અડધો વાટકો મગદાળ
- જીરુ
- તમાલપત્ર
- લાલ સુકુ મરચુ
- હીંગ
- બારિક સમારેલી ડુંગળી
- લીલું મરચું સમારેલું
- આદુ લસણની પેસ્ટ
- ટામેટું
- મીઠું
- હળદર
- લાલ મરચું પાડડર
- ધાણાજીરું
- બટાકું
- ગાજર
- ફુલાવર
- ફણસી
- લીલા વટાણા
- કોથમરી
- ગરમમલાસો
- કસુરી મેથી
- તેલ
- ઘી
મસાલા ખીચડી બનાવવાની રીત
- ચોખા, તુવેરદાળ અને મગદાળને મિક્સ કરી સારી રીતે ધોઈ લો. પછી તેમાં પાણી ઉમેરી 15 મિનિટ પલળવા દો. પછી બધુ પાણી નિકાળી દો.
- હવે કૂકરમાં એક ચમચી તેલ લો અને એક ચમચી ઘી લો.
- પછી તેમા જીરુ, તમાલપત્ર, લાલ સુકુ મરચુ, હીંગ, પછી બારિક સમારેલી ડુંગળી ઉમેરી મિક્સ કરો. પછી ડુંગળીને 3 મિનિટ સાતળો.
- હવે તેમા આદુ લસણની પેસ્ટ, લીલું મરચું સમારેલું ઉમેરો. પછી 1 મિનિટ પાકવા દો.
- પછી તેમા સમારેલું ટામેટું અને મીઠું ઉમેરો. ટામેટું એકદમ ચડી જાય પછી તેમા હળદર, લાલ મરચું પાડડર અને ધાણાજીરું ઉમેરો.
- હવે તેમા સમારેલું બટાકું, ગાજર, ફુલાવર, ફણસી, લીલા વટાણા ઉમેરો. પછી 1 મિનિટ પાકવા દો.
- પછી પલળેલા ચોખા અને દાળ ઉનેરી દો. પછી પાણી ઉમેરો. પછી કુકરનું ઢાકણ બંધ કરી 4 વિસલ વગાડી દો.
- પછી કૂકર ઠંડું વા દો. પછી છેલ્લે ગરમમલાસો, કસુરી મેથી અને કોથમરી ઉમેરો. તો તૈયાર છે તમારી મસાલા ખીચડી. (તસવીર સૌજન્ય પ્રિન્ટરેસ્ટ)