અમદાવાદ.
આવતા મહિનાથી દશેરા, દિવાળી, કરવા ચોથ જેવા ઘણા તહેવારો શરૂ થઈ જશે. ઘણાં ઘરોમાં આ દિવસોમાં ઉપવાસનું ભોજન જ બને છે. નાસ્તાથી લઈને રાતના ભોજનમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે, જે ફળાહારી હોય અને તેમાં લસણ-ડુંગળીનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય.
જો તમે પણ ઉપવાસ કરતા હોવ તો તમારા મેન કોર્સમાં કઢી બનાવી શકો છિ. જો તમે વિચારતા હોવ કે, કઢી કેવી રીતે બનાવી શકાય તો, સિંઘોડા અને કટ્ટૂને વ્રતમાં ખાઈ શકાય છે. આમાંથી કઢી બનાવી તમે તમારી થાળીમાં સમાવેશ કરીને મજા લઈ શકો છો. તો ચાલો આને અમે તમને બતાવશું સિંઘોડા અને કટ્ટૂના લોટમાંથી કઢી બનાવવાની રેસિપી.
સિંઘોડાના લોટની કઢી

આ રેસિપીને નવરાત્રી દરમિયાન બહુ બનાવવામાં આવે છે. આને તમે સિંઘોડાનો લોટ અને સિંધવ મીઠાના ઉપયોગથી બનાવી સકશો. ચાલો જાણીએ, કેવી રીતે બનાવવી.
સામાગ્રી-
250 ગ્રામ દહીં
2 કપ સિંઘોડાનો લોટ
1 મોટો ચમચો ઘી
2 સૂકું લાલ મરચું
1 નાની ચમચી જીરું
સિંધવ મીઠું, સ્વાદાનુસાર
1/2 નાની ચમચી આદુની છીણ
1/2 નાની ચમચી લીલા મરચાની પેસ્ટ
6-7 મીઠા લીમડાનાં પાન
કઢી બનાવવાની રીત-
એક બાઉલમાં દહીં ફેંટી લો અને તેમાં સિંઘોડાનો લોટ નાખો.
ખાસ ધ્યાન રાખો કે, તેમાં લોટના ગઠ્ઠા ન પડે.
હવે એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં ચીજું નાખી ચટકાવી દો.
ત્યારબાદ તેમાં આદુ અને લીલા મરચાની પેસ્ટ નાખો અને ઓછામાં ઓછી 20 મિનિટ સુધી તેને સાંતળો.
હવે ગેસની આંચ ધીમી કરો અને તેમાં દહીં અને લોટનો ઘોળ નાખો અને તેને 10 મિનિટ સુધી ચઢવો.
અંતે આ કઢીમાં મીઠું નાખી 5-7 મિનિટ સુધી ચઢવો.
હવે એક પેનમાં થોડું ઘી નાખો અને તેમાં આખુ લાલ મરચું અને મીઠો લીમડો નાખી વઘાર તૈયાર કરો.
બસ આ વઘારને કઢીમાં ઉપરથી નાખો અને તૈયાર છે તમારી સિંઘોડાની કઢી.
કટ્ટૂના લોટની કઢી

કટ્ટૂને પણ નવરાત્રિના ઉપવાસમાં ખાઈ શકાય છે. આને બનાવવી ખૂબજ સરળ છે અને તમે તેને નવ દિવસો સુધી લંચ અને ડિનરમાં પણ બનાવી શકો છો.
સામગ્રી-
1 કટ્ટૂનો લોટ
1 શક્કરિયું
1 કપ છાસ
1 ઝીણું સમારેલું લીલું મરચું
ઝીણી સમારેલી કોથમીર
1 સૂકું લાલ મરચું
1 નાની ચમચી છીણેલું આદુ
5-6 ઝીણો સમારેલો મીઠો લીમડો
1 નાની ચમચી જીરું
સિંધવ મીઠું, સ્વાદાનુસાર
2 કપ પાણી
ચપટી મીઠું
બનાવવાની રીત-
એક કપમાં છાસ નાખો અને તેમાં અડધો કપ કટ્ટૂનો લોટ નાખી મિક્સ કરો.
તેમાં મીઠું, લીલું મરચું, છીણેલું આદુ નાખી બરાબર મિક્સ કરી લો.
ત્યારબાદ તેમાં ધીરે-ધીરે પાણી મિક્સ કરો અને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દો.
હવે એક કઢાઈમાં ઘી નાખી ગરમ કરો અને તેમાં જીરું અને હીંગ નાખો. આંચ ધીમી કરી દહીં અને કટ્ટૂના લોટનો ઘોળ મિક્સ કરી તેને ઉકળવા માટે મૂકી દો.
એક વાસણમાં મેશ કરેલ શક્કરિયું નાખો અને તેમાં અડધી ચમચી કટ્ટૂનો લોટ, લીલું મરચું, મીઠો લીમડો અને મીઠું નાખી મિક્સ કરો. ત્યારબાદ થોડું પાણી નાખી લોટ બાંધીને તૈયાર કરો.
હવે તેમાં ઘી મિક્સ કરો અને નાના-નાના બૉલ્સ બનાવી તેલ કે ઘીમાં ફ્રાય કરી લો. તમે આને અપ્પમ પેનમાં પણ ચઢવી શકો છો.
ગેસની બીજી આંચ પર કઢીને ચઢવા દો. તેમાં તળીને તૈયાર કરેલ પકોડા નાખી થોડી વાર માટે ચઢવો.
એક પેનમાં ઘી નાખો અને તેમાં રાઈ, હીંગ અને મીઠો લીમડો નાખી વઘાર તૈયાર કરો. હવે આ વઘારને કઢીમાં નાખો. તૈયાર છે તમારી કટ્ટૂના લોટની કઢી.
તો તમે પણ હવે આ ઉપવાસોના સમયમાં ચોક્કસથી બનાવો અને મજા માણો. અમને આશા છે કે, આ આર્ટિકલ તમને ચોક્કસથી ગમશે.
Image Credit: vegerecipesofindia, spiceupthecurry
DISCLAIMER: તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.