Bharela Bhinda Nu Shaak: નાના બાળકોથી લઈ દરેકને ભીંડાનું શાક ભાવતું હોય છે. તેમાય ભરેલા ભીંડા હોય તો વાત જ ન કરવી. ત્રણ રોટલી ખાનારા ભીંડાનું શાક હોય ત્યારે પાંચ રોટલી ખાય છે આવું ઘણા ઘરમાં બનતું હશે. તો આજે ઝટપટ ભરેલા ભીંડાનું શાક કઈ રીતે બનાવવું તે અમે તમને જણાવીશું. આ રેસિપી તમે ગુજરાતી જાગરણ પર વાંચી રહ્યો છો.
સામગ્રી
- 500 ગ્રામ ભીંડો
- તેલ
- એક મુઠ્ઠી સિંગદાણા
- એક મુઠ્ઠી ગાઠિયા
- થોડા તલ
- સાત કળી લસણ
- લાલ ચટણી
- આમચૂર પાવડર
- કોથમરી
- હળદર
- ધાણાજીરું પાવડર,
- હિંગ,
- મીઠું
- ગરમ મસાલો.
બનવવાની રીત
આ પણ વાંચો
- ભીંડાને ધોઈ કોટના કપડામાં લૂછી લો.
- તમામ ભીડાને ઉપર-નીચેથી કાપી લો. પછી તેના બે ભાગ થાય એ રીતે જ સમારો.
- નાના કટકા કરવાના નથી. માત્ર એક ભીંડાના બે ભાગ કરવાના છે.
- એક વાસણમાં તેલ ગરમ કરો. તેલ થોડું વધારે લેવું. પછી તેમા ભીંડા ઉનેરી તને સાતળો. સાતેક મીનિટ સાતળો.
- હવે સિંગદાણા, ગાઠિયા અને તલ ને ખાંડી લો. ગાઠિયા ન હોય તો ચણાનો લોટ ઉમેરી શકો છો.
- લસણ અને લાલ ચટણીને ખાંડીને સિંગદાણાના મિશ્રણમાં ઉમેરીશું.
- પછી તેમા આમચૂર પાવડર, કોથમરી, લાલ ચટણી, હળદર, ધાણાજીરું પાવડર, હિંગ, મીઠું, ગરમ મસાલો, ત્રણ ચમચી તેલ ઉમેરો હવે આ મસાલાને સારી રીતે મિક્સ કરી દો.
- હવે સાતળેલા ભીંડામાં આ મસાલાને ઉમેરો. પછી સારી રીતે મિક્સ કરી દો.
- પછી તેને 4 મીનિટ પકાવો. જરૂર મુજબ તેલ ઉમેરી શકો છો.
- તેયાર છે તમારું ભીંડાનું શાક. (તસવીર સૌજન્ય- પ્રિન્ટરેસ્ટ)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.