Ahmedabad: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગોતા અને ચાંદલોડિયામાં નવા અર્બન હેલ્થ સેન્ટરનું કર્યું લોકાર્પણ, રાણીપમાં એક સાથે 100 વૃક્ષ રોપ્યા

આ ઉપરાંત, આશરે બાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવીનીકરણ કરાયેલા લાલ દરવાજા સ્થિત ઐતિહાસિક સરદાર બાગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 31 Aug 2025 03:38 PM (IST)Updated: Sun 31 Aug 2025 03:38 PM (IST)
ahmedabad-amit-shah-inaugurates-urban-health-centers-in-gota-chandlodia-plants-100-trees-in-ranip-594853
HIGHLIGHTS
  • આશરે બાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવીનીકરણ કરાયેલા સરદાર બાગને આજથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
  • અમિત શાહે રાણીપ વોર્ડમાં તળાવ પાસે આવેલા પ્લોટમાં સો વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું

Ahmedabad News: અમદાવાદમાંથી પ્રાપ્ત થયેલા સમાચાર મુજબ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહએ શહેરને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી છે. તેમણે ગોતા અને ચાંદોડિયા વિસ્તારમાં નવા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત, આશરે બાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવીનીકરણ કરાયેલા લાલ દરવાજા સ્થિત ઐતિહાસિક સરદાર બાગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમિત શાહે રાણીપના અહવાડિયા તળાવ પાસે એકસાથે સો વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહએ ગોતા વોર્ડમાં ઓગણજ ગામ પાસે અને ચાંદોડિયા વોર્ડમાં એશિયા હાઇપરમાર્ટ પાસે નવા બનાવવામાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ આરોગ્ય કેન્દ્રો શહેરી વસ્તીને પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં મદદરૂપ થશે. લાલ દરવાજા વિસ્તારમાં આશરે બાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવીનીકરણ કરાયેલા સરદાર બાગને આજથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પ્રસંગે અમિત શાહે સરદાર બાગમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કર્યું હતું.

આ લોકાર્પણ સમારોહ બાદ, અમિત શાહે રાણીપ વોર્ડમાં તળાવ પાસે આવેલા પ્લોટમાં સો વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું. ત્યારબાદ, તેઓ નવા વાડજ વિસ્તારમાં સૌરભ સ્કૂલ પાસે નવા બની રહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન ફોરેસ્ટમાં પણ વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન દ્વારા કરવામાં આવેલા આ વિવિધ વિકાસ કાર્યો અને પર્યાવરણ લક્ષી પહેલો અમદાવાદ શહેરના નાગરિકો માટે સુવિધાઓ વધારશે અને શહેરી પર્યાવરણને સુધારવામાં મદદ કરશે.