Sat Dhan No Khichdo Recipe: મકરસંક્રાંતિ પર બનાવો સાત ધાનનો ખિચડો, જાણો સરળ રેસિપી

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Fri 05 Jan 2024 02:50 PM (IST)Updated: Fri 05 Jan 2024 02:50 PM (IST)
how-to-make-sat-dhan-no-khichdo-recipe-for-uttarayan-or-makar-sankranti-261569

Sat Dhan No Khichdo Recipe: મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ આવે એટલે અવનવી વાનગીઓ પણ આવે. આમાની એક વાનગી એટલે સાત ધાનનો ખીચડો. ગરમા ગરમ આ ખીચડો ખાવાની એટલી મજા પડે કે ન પૂછો વાત. જ્યારે પ્લેટમાં આ સાત ધાનનો ખીચડો હોય ત્યારથી જ મોઢામાં પાણી આવી જાય છે. તો ચાલો આજે જોઈએ સાત ધાનનો ખીચડો બનાવવાની સરળ રેસીપી.

જરૂરી સામગ્રી

  • જરૂરી ધાન: ચણાની દાળ, વાલ, તુવેરની દાળ, ચોળી, મગ,ચોખા, મસૂર, બાજરો, જુવોર, ઘઉંના ફાડા તમારા ટેસ્ટ મુજબ ધાન ઉમેરી શકો છો,
  • બટાકું,
  • ગાજર,
  • લીલું લસણ,
  • વટાણા,
  • મરચું લીલું,
  • હળદર,
  • કાજુના ટુકડા,
  • ટમેટા,
  • હિંગ,
  • ધાણાજીરું
  • સિંગના દાણા,
  • ચટણી,
  • ગરમ મસાલો,
  • કોથમરી,
  • તેલ,
  • મીઠું,

બનાવવાની રીત

  • પહેલા તમામ ધાન મિક્સ કરી 12 કલાક પલાળી રાખવા.
  • પછી પાણીથી ધોઈ, પાણી નિકાળી દો.
  • પછી બધા ધાનને કુકરમાં મૂકી દો.
  • તેમા મીઠું, પાણી અને સિંગના દાણા ઉમેરી બાફી લો.
  • તમામ ધાન બરાબર બફાઈ ગયા પછી. બીજા કૂકરમાં લીલાચણા, લીલીતુવેર, અને થોડા લીલા વટાણા, થોડું મીઠું અને પાણી ઉમેરી તેને બાફી લો.
  • પછી આદુ, લસણ, લીલીહળદળ, મરચાની પેસ્ટ બનાવી લો.
  • હવે ખીચડાને વધારીશું, કડાઈમાં તેલ ગરમ મૂકી તેમા રાઈ, તજ, તમાલપત્ર,મરી, સુકા મરચા, જીરુ અને અજમો ઉમેરીશું
  • આ મસાલો સતળાઈ ગયા પછી તેમા મીઠો લીમડો, બટાકુ, ગાજર, આદુ-લસણની પેસ્ટ ઉમેરો.
  • પછી તેને સાતળો. બટાકા-ગાજર સોફ્ટ થઈ ગયા પછી. કાજુના ટુકડા, ટમેટા ઉમેરી હલાવો.
  • પછી તેમા બધા મસાલા ઉમેરો જેમકે હળદર, લાલ મરચુ, ધાણાજીરું, હિંગ, ગરમ મસાલો, જીણું કાપેલું લીલું લસણ ઉમેરી મિકસ કરો.
  • બધુ સતળાઈ ગયા પછી લીલા બાફેલા ચણા-તુવેર અને બીજા તમામ બાફેલા ધાન ઉમેરીશું.
  • બધુ સારી રીતે મિક્સ કરી દો.
  • જરૂર મુજબ પાણી ઉમેરી શકો છો.
  • બની ગયા પછી થોડીવાર રહેવા દો એટલે સ્વાદ મસ્ત આવશે. પછી કોથમરી ઉમેરી પીરશો. (તસવીર સૌજન્ય પ્રિન્ટરેસ્ટ)

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.