Peanut Chikki Recipe In Gujarati: ઉત્તરાયણનો તહેવાર આવે એટલે બજારમાં શીંગની ચિક્કી મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ તહેવારમાં લોકો શીંગની ચિક્કી વધારે ખાવાનું પસંદ કરે છે. આમ પણ શિયાળો આવે એટલે મગફળીની ચિક્કી દરેક ઘરમાં જોવા મળે છે. બાળકોને તો મગફળીની ચિક્કી ઘણી ભાવે છે.
પરંતુ ઘરે સરળતાતી આ મગફળીની ચિક્કીને કેવી રીતે બનાવવી તે અહીં ગુજરાતી જાગરણ તમને જણવાશે.
શીંગની ચિક્કીની સામગ્રી
250 ગ્રામ મગફળી
200 ગ્રામ ગોળ
25 ગ્રામ માખણ
મગફળીની ચીકી બનાવવાની રીત
સૌથી પહેલા શીંગને શેકી લો અને તેની ફોટરા કાઢી લો. પછી તેનો અધકચરો ભૂકો કરો. ભૂકો એકદમ જીણો ન થાય તે જોજો.
કઢાઈમાં પાણી અને ગોળ ગરમ કરો.
ગોળની ચાસણી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો.
હવે આ ચાસણીમાં મગફળીનો ભૂકો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
પછી એક સપાટ ટ્રેમાં ઘી લગાવો અને તૈયાર કરેલ મિશ્રણને પાથરો
આ મિશ્રણ સંપૂર્ણ ઠંડું થઈ જાય પછી ચોરસમાં કટ કરી લો.
તૈયાર છે તમારી શીગની ચિક્કી. (તસવીર સૌજન્ય પ્રિન્ટરેસ્ટ)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.