Dudhi Nu Shaak Recipe: સારા સ્વાસ્થ્ય માટે દૂધીનું સેવન સારુ. પરંતુ ઘણા લોકોને દૂધીનું શાક ભાવતું હોતું નથી. પરંતુ આજે ગુજરાતી જાગરણ દૂધીના એવા શાકની રેસિપી જણાવશે કે ના ખાતા લોકો પણ ખાવા લાગશે. દૂધીનું શાક કે દૂધીની ભાજી બનાવવા માટે અહીં જણાવેલી પ્રોસેસને ફોલો કરો.
દૂધીનું શાક બનાવવાની સામગ્રી
- દૂધી
- મીઠું
- તેલ
- લસણ
- કાશ્મીર મરચું પાવડર
- જીરુ
- હીંગ
- મીઠા લીમડાના પાન
- ટામેટા
- હીંગ
- ધાણાજીરું
- પાવભાજી મસાલો
- કોથમરી.
દૂધીનું શાક બનાવવાની રીત
- સૌપ્રથમ બે નાની દૂધીની લો. તેને ધોઈ છાલ ઉતારી ટૂકડા કરી લો. હવે કૂકરમાં પાણી, મીઠું અને આ દૂધીના ટૂકડા ઉમેરી બાફી લો.
- લસણની 10 કળી લો અને તેમા કાશ્મીરી મરચું ઉમેરી તેની પેસ્ટ બનાવી લો.
- ત્રણ ટામેટા લઈ તેને બારીક સમારી લો.
- હવે કૂકરને ખોલી તેમા વધારાનું પાણી કાઢી, દૂધીને મેશ (છૂંદો) કરી લો.
- હવે એક કઢાઈમાં તેલ લો, તેમા જીરું, હીંગ, મીઠાના લીમડાના પાન અને પછી સમારેલા ટામેટા ઉમેરો. જરૂર મુજબ થોડું મીઠું પણ ઉમેરો. ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાતળો.
- પછી તેમા હળદર અને લસણની પેસ્ટ ઉમેરો.
- તેલ છૂટું પડી જાય પછી તેમા ધાણાજીરું અને પાવભાજી મસાલો ઉમેરો. પછી તેમા બાફેલી દૂધી ઉમેરી મિક્સ કરી દો. જરૂર મુજબ પાણી ઉમેરવું. પછી થોડીવાર પાકવા દો. પછી તેમા કોથમરી ઉમેરી દો. તો તૈયાર છે તમારું દૂધીનું શાક કે દૂધીની ભાજી. (તસવીર સૌજન્ય પ્રિન્ટરેસ્ટ).