Mulethi Benefits: ટેનિંગ દૂર કરવાથી લઈને ડાર્ક સ્પોટ્સ ઘટાડવા સુધી, જાણો ફેસ પર મુલેઠી લગાવવાના ફાયદા

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 13 Sep 2023 04:46 PM (IST)Updated: Wed 13 Sep 2023 04:46 PM (IST)
mulethi-benefits-for-skin-how-to-use-licorice-root-powder-at-home-194613

Mulethi Benefits For Skin: મુલેઠી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સ્કિન સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે મુલેઠી ખૂબ જ ફાયદાકારક છે. મુલેઠીના ઉપયોગથી સ્કિન ટોન સુધારવામાં તેમજ ડાર્ક સ્પોટ્સ ઘટાડવા મદદ મળે છે. મુલેઠીનો ઉપયોગ સ્કિન ઈન્ફેક્શન થવા પર પણ કરી શકાય છે. ત્યારે જાણો બ્યુટી એક્સપર્ટ શહનાઝ હુસૈન પાસેથી ચહેરા પર મુલેઠી લગાવવાના ફાયદા વિશે.

મુલેઠીનો ફેસ પેક બનાવવા માટેના સ્ટેપ્સ

  • 4 ચમચી મુલેઠી પાવડરમાં 2 ચમચી ગુલાબજળમાં નાખીને સારી રીતે મિક્સ કરી લો.
  • આ પેકને સારી રીતે ચહેરા અને ગરદન પર લગાવો.
  • પેકનું એક લેયર બનવું જોઈએ.
  • ફેસ પેક સુકાઈ જાય ત્યારે ઠંડા પાણીથી ચહેરાને સાફ કરી લો.
  • આ ફેસ પેકનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરવાથી ફાયદો થશે.
  • પેક બનાવવા માટે ગુલાબજળની જગ્યાએ કાકડીના રસનો પણ ઉપયોગ કરી શકાય છે.

ટેનિંગ દૂર કરવા માટે મુલેઠીનો ઉપયોગ
એક નાના બાઉલમાં 2 ચમચી મુલેઠી પાવડર, દહીં અને એક ચપટી હળદર નાખીને સારી રીતે મિક્સ કરો. પેસ્ટને ચહેરા અને હાથ-પગ પર લગાવીને લગભગ 5-10 મિનિટ પછી ચહેરાને પાણીથી ધોઈ લો.

યુવા સ્કિન માટે મુલેઠીનો ઉપયોગ
2-3 ચમચી મુલેઠી પાવડરમાં 2 ચમચી એલોવેરા જેલ નાખીને તૈયાર થયેલા પેસ્ટને ચહેરા પર લગાવીને થોડીવાર સ્કિન પર ઘસો. છેલ્લે પાણીથી ચહેરો સાફ કરો.

ડાર્ક સ્પોટ્સ ઘટાડવા માટે મુલેઠીનો ઉપયોગ
એક બાઉલમાં 1 ચમચી મુલેઠી પાવડર, ½ ચંદન પાવડર, 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી એલોવેરા જેલ નાખીને મિક્સ કરો અને તેને ડાર્ક સ્પોટ્સ પર લગાવો. પેસ્ટ સુકાઈ જાય તે પછી ચહેરો સાફ કરી લો.

Image Credit: Freepik

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.