Kinjal Dave: કિંજલ દવે આ વર્ષે નવરાત્રીમાં સુરતમાં યશ્વી નવરાત્રીમાં રમઝટ બોલાવી રહી છે. દરેક દિવસે તે એક નવા અને યુનિક આઉટફિટ સાથે નજરે પડે છે. જેના પરથી લોકોની નજર પણ હટવી મુશ્કેલ થઈ જાય છે.

કિંજલ દવેએ નવરાત્રીના છઠ્ઠા દિવસે બ્લેક રંગની ચણિયા ચોલી પહેરી હતી. જેમાં બારીક એમ્બોઈડરી વર્ક અને ઝીણી પ્રિન્ટ ડિઝાઈન હતી. તે જોતા એવું જ લાગે તે જાણે સાક્ષાત જગદંબા ધરતી પર ગરબા રમવા પધાર્યા હોય.

કિંજલ દવેએ ચણિયા ચોલીના સાથે બ્લેક રંગની ઓઢણી મેચિંગ કરી હતી, જેમાં લાગેલા સિતારા ચમકી રહ્યા હતા.

કિંજલ દવેએ કાળા રંગના આઉટફિટ સાથે આંખોમાં કાળા રંગની કાજલ અને એ પ્રમાણે તેનો મેકઅપ કર્યો હતો. તેણે ગળામાં ઓક્સોડાઈઝનો લોન્ગ નેકલેસ પહેર્યો હતો. સાથે જ તેણે પગમાં ઝાંઝર પહેર્યા હતા.

કિંજલ દવેએ હાથમાં સાથિયા આકારની મહેંદી મુકી હતી. અને પગમાં પણ મહેંદીના લાઈન કરી હતી. જેમાં તે એકદમ સુંદર લાગી રહી હતી.

કિંજલ દવેએ નવરાત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં યુઝરે તેમની સુંદરતાના વખાણ કર્યા હતા.

એક યુઝરે લખ્યું કે કોઈની નજર ન લાગે… એક યુઝરે લખ્યું કે નવરાત્રીના બધા આઉટફિટમાં કિંજલ દવે નેક્સ્ટ લેવલ, મારી પાસે શબ્દો નથી.