PM Modi In China: 7 વર્ષ બાદ વડાપ્રધાન મોદી ચીન પહોંચ્યા તો 'ભારત માતા કી જય'ના નારા લાગ્યા, રેડ કાર્પેટ પર થયું સ્વાગત, જુઓ વીડિયો

અહીં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું છે. 7 વર્ષ બાદ જ્યારે PM મોદીએ ચીનની ધરતી પર પગ મુક્યો તો તેમના માટે રેડ કાર્પેડ બિછાવવામાં આવી અને પરંપરાગત નૃત્ય કરવામાં આવ્યું.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 30 Aug 2025 07:01 PM (IST)Updated: Sat 30 Aug 2025 07:01 PM (IST)
pm-narendra-modi-grand-welcome-in-china-bharat-mata-ki-jai-slogan-raises-594431

PM Modi In China:વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) જાપાન (Japan)ની યાત્રા પૂરી કરી ચીન (China)ના તિયાનજિન પહોંચ્યા છે. અહીં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું છે. 7 વર્ષ બાદ જ્યારે PM મોદીએ ચીનની ધરતી પર પગ મુક્યો તો તેમના માટે રેડ કાર્પેડ બિછાવવામાં આવી અને પરંપરાગત નૃત્ય કરવામાં આવ્યું.

એરપોર્ટ પર તેમનું નૃત્ય અને સંગીત સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ચીનના તિયાનજિન સ્થિત એક હોટેલમાં ભારતીય શાસ્ત્રીય સંગીત તથા નૃત્ય પર આધારિત પ્રસ્તુત કરવામાં આવી. આ કલાકારો ચીની નાગરિક હતા, જેઓ વર્ષોથી ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય શીખી રહ્યા છે.

હોટેલમાં ઉષ્માભર્યું સ્વાગત
તિયાનજિનની હોટલમાં પ્રધાનમંત્રી મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. ચીનમાં રહેતા ભારતીય લોકોએ તેમને મળ્યા અને તેમની સાથે હાથ મિલાવ્યા હતા. NRI લોકોએ 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારા પણ લગાવ્યા હતા. આ દરમિયાન PM મોદી આ લોકો સાથે વાત કરતા પણ જોવા મળ્યા હતા.

ચીન પહોંચ્યા પછી PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે હું ચીનના તિયાનજિન પહોંચી ગયો છું. SCO સમિટમાં ચર્ચા-વિચારણા અને વિવિધ વિશ્વ નેતાઓને મળવાની રાહ જોઈ રહ્યો છું.

PM મોદી 2018 બાદ પહેલી વાર ચીનની મુલાકાતે ગયા હતા
PM મોદી છેલ્લે વર્ષ 2018માં ચીનની મુલાકાતે ગયા હતા. આ વખતે તેઓ મુખ્યત્વે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે તિયાનજિન પહોંચ્યા છે. આ કોન્ફરન્સ 31મી ઓગસ્ટથી 01લી સપ્ટેમ્બર સુધી ચાલશે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે અને દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ દરમિયાન તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ મળશે.