Western Railway: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે બે જોડી સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગત નીચે મુજબ છે.
1) ટ્રેન નંબર 09092/09091 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 09092 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 26 જાન્યુઆરી 2025 ના રોજ અમદાવાદથી 01:40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 08:40 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09091 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 25 જાન્યુઆરી 2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 06:15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 14:00 કલાકે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન રૂટ પર બંને દિશામાં વડોદરા, ભરૂચ, ઉધના, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી-3 ટાયર અને એસી ચેરકાર શ્રેણીના કોચ હશે.
2) ટ્રેન નંબર 09006/09005 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 09006 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 27 જાન્યુઆરી 2025 ના રોજ અમદાવાદથી 00:50 કલાકે ઉપડશે અને તે જ દિવસે 08:30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09005 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 26 જાન્યુઆરી 2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 06:15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 13:00 કલાકે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન રૂટ પર બંને દિશામાં વડોદરા, ભરૂચ, ઉધના, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી-2 ટાયર અને એસી-3 ટાયર શ્રેણીના કોચ હશે.
ટ્રેન નંબર 09092,09091,09006 અને 09005 માટે બુકિંગ 18 જાન્યુઆરી 2025 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.