Gujarat Rain News: ગુજરાતમાં સતત ચોથા દિવસે 101 જેટલા તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં 29 તાલુકાઓમાં 1 ઈંચથી લઈને 6.8 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતાં અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા હતા, તો 19 ગામના રસ્તા બંધ કરાયા હતા. વલસાડના વાપી તાલુકામાં સૌથી વધુ 6.8 ઈંચ, પારડી તાલુકામાં 5.1 અને કપરાડા તાલુકામાં 4.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં શુક્રવારના રોજ ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
બુધવારે જાણો ક્યાં સૌથી વધુ વરસાદ થયો
- વાપી તાલુકામાં 6.8 ઈંચ વરસાદ
- પારડી તાલુકામાં 5.1 ઈંચ વરસાદ
- કપરાડા તાલુકામાં 4.5 ઈંચ વરસાદ
- ધરમપુર તાલુકામાં 4.3 ઈંચ વરસાદ
- ઉમરગામ તાલુકામાં 3.9 ઈંચ વરસાદ
- ખેરગામ તાલુકામાં 3.9 ઈંચ વરસાદ
- હાંસોટ તાલુકામાં 3.6 ઈંચ વરસાદ
- ઓલપાડ તાલુકામાં 3.5 ઈંચ વરસાદ
- વઘઈ તાલુકામાં 3.4 ઈંચ વરસાદ
- વાલિયા તાલુકામાં 3.1 ઈંચ વરસાદ