Vadodara News: વડોદરા શહેરમાં આજે સાંજે 4 વાગ્યે નવલખી મેદાનથી રાજમહેલ રોડ થઈ ગાંધી નગરગૃહ સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રામાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત 50 હજારથી વધુ નાગરિકો જોડાશે. શહેરવાસીઓમાં દેશપ્રેમનો જ્વાલંત ઉલ્લાસ ફેલાવા માટે યાત્રામાં 75 હજાર રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવશે, સાથે પીવાનું પાણી અને ફુડ પેકેટ્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે.
તિરંગા યાત્રા કીર્તિ સ્તંભ અને પોલો ગ્રાઉન્ડથી પ્રારંભ થઈ માર્કેટ ચાર રસ્તા, લાલકોર્ટ માર્ગે ગાંધી નગરગૃહ ખાતે પૂર્ણ થશે. યાત્રા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિ ગીતોનું આયોજન પણ કરાશે.
તિરંગા યાત્રાને લઈ પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં નાગરિકોને અગવડ ન પડે તથા ટ્રાફિક સુચારૂ રીતે ચાલુ રહે તે હેતુથી 14 મુખ્ય રસ્તાઓ બંધ રાખવા અને વૈકલ્પિક માર્ગોની સુચના આપવામાં આવી છે. યાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર નો-પાર્કિંગ ઝોન લાગુ રહેશે.
બંધ રહેનારા રસ્તાઓમાં નવલખી મેદાન, રાજમહેલ રોડ, માર્કેટ ચાર રસ્તા, લાલકોર્ટ માર્ગ અને ગાંધી નગરગૃહ આસપાસના માર્ગોનો સમાવેશ થાય છે. નાગરિકોને વિનંતી છે કે, તેઓ યાત્રા દરમિયાન આ રૂટ પરથી વાહન વ્યવહાર ટાળે અને જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે. ટ્રાફિક પોલીસ અને વોલન્ટિયરો માર્ગદર્શન માટે તૈનાત રહેશે.
પ્રતિબંધિત રસ્તાઓ અને વૈકલ્પિક વ્યવસ્થા:
1. રેલવે હેડ ક્વાર્ટર થી મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા થઈ રાજમહેલગેટ તરફ: આ રસ્તા પર વાહનો જઈ શકશે નહીં.
- વૈકલ્પિક રસ્તો: રેલવે હેડ ક્વાર્ટરથી કુબેરભવન તરફ, કોઠી ચાર રસ્તા, સલાટવાડા ત્રણ રસ્તા, નાગરવાડા ચાર રસ્તા થઈ જઈ શકાશે.
2. મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા થઈ રાજમહેલગેટ તરફ: આ રસ્તા પર પણ વાહનો જઈ શકશે નહીં.
- વૈકલ્પિક રસ્તો: મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તાથી રેલવે હેડ ક્વાર્ટર, કુબેરભવન ત્રણ રસ્તા, કોઠી ચાર રસ્તા, સલાટવાડા ત્રણ રસ્તા, નાગરવાડા ચાર રસ્તા થઈ જઈ શકાશે.
3. મોતીબાગ તોપથી રાજમહેલગેટ તરફ: આ રસ્તા પર વાહનો જઈ શકશે નહીં.
- વૈકલ્પિક રસ્તો: મોતીબાગ તોપથી બગીખાના ત્રણ રસ્તા, જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા, નવાપુરા પોલીસ સ્ટેશન રોડ થઈ, તેમજ વાલબાગ બ્રિજ ઉપર/નીચે થઈ જઈ શકાશે.
4. રાજમહેલગેટથી કીર્તિસ્તંભ સર્કલ તરફ: આ રસ્તા પર વાહનો જઈ શકશે નહીં.
- વૈકલ્પિક રસ્તો: રાજમહેલ ગેટથી મોતીબાગ તોપ, બગીખાના ત્રણ રસ્તા, જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા, નવાપુરા પોલીસ સ્ટેશન રોડ થઈ, તેમજ વાલબાગ બ્રિજ ઉપર/નીચે થઈ જઈ શકાશે.
5. બગીખાના ત્રણ રસ્તાથી નહેરૂભવન તરફ: આ રસ્તા પર વાહનો જઈ શકશે નહીં.
- વૈકલ્પિક રસ્તો: બગીખાના ત્રણ રસ્તાથી મોતીબાગ તોપ, જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા થઈ જઈ શકાશે.
6. શિયાબાગ ચાર રસ્તાથી માર્કેટ પોલીસ ચોકી તરફ: આ રસ્તા પર વાહનો જઈ શકશે નહીં.
- વૈકલ્પિક રસ્તો: શિયાબાગ ચાર રસ્તાથી પેલેસ મટન શોપ થઈ જઈ શકાશે.
7. વેરાઈમાતા ચોકથી માર્કેટ ચાર રસ્તા તરફ: આ રસ્તા પર વાહનો જઈ શકશે નહીં.
- વૈકલ્પિક રસ્તો: વેરાઈમાતા ચોકથી જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા થઈ જઈ શકાશે.
8. દાંડીયાબજાર ચાર રસ્તાથી માર્કેટ ચાર રસ્તા તેમજ લાલકોર્ટ તરફ: આ રસ્તા પર વાહનો જઈ શકશે નહીં.
- વૈકલ્પિક રસ્તો: દાંડીયાબજાર ચાર રસ્તાથી મહારાણી નર્સિંગહોમ ચાર રસ્તા થઈ જઈ શકાશે.
9. વીરભગતિસિંહ ચોક થઈ માર્કેટ ચાર રસ્તા તરફ: આ રસ્તા પર વાહનો જઈ શકશે નહીં.
- વૈકલ્પિક રસ્તો: વીરભગતિસિંહ ચોકથી પથ્થરગેટ રોડ થઈ જઈ શકાશે.
10. પથ્થરગેટ પોલીસ ચોકી ત્રણ રસ્તાથી વીર ભગતિસિંહ ચોક તરફ: આ રસ્તા પર વાહનો જઈ શકશે નહીં.
- વૈકલ્પિક માર્ગ: પથ્થરગેટ પોલીસ ચોકી ત્રણ રસ્તાથી સંત કબીર રોડ અને જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા થઈને જઈ શકાશે.
11. સાધના સિનેમા ત્રણ રસ્તાથી વીર ભગતિસિંહ ચોક તરફ: આ રસ્તા પર વાહનો જઈ શકશે નહીં.
- વૈકલ્પિક માર્ગ: સાધના સિનેમા ત્રણ રસ્તાથી સંત કબીર રોડ અને જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા થઈને જઈ શકાશે.
12. બરાનપુરા ત્રણ રસ્તાથી સાધના સિનેમા તરફ: આ રસ્તા પર વાહનો જઈ શકશે નહીં.
- વૈકલ્પિક માર્ગ: બરાનપુરા ત્રણ રસ્તાથી સંત કબીર રોડ અને પથ્થરગેટ ચોકી થઈને જઈ શકાશે.
13. માંડવીથી લહેરીપુરા દરવાજા તરફ: આ રસ્તા પર વાહનો જઈ શકશે નહીં.
- વૈકલ્પિક માર્ગ: માંડવીથી પાણીગેટ દરવાજા, ગેંડીગેટ દરવાજા, અને ચાંપાનેર દરવાજા થઈને જઈ શકાશે.
14. ભક્તિ સર્કલથી મહાત્મા ગાંધીનગરગૃહ તરફ: આ રસ્તા પર વાહનો જઈ શકશે નહીં.
- વૈકલ્પિક માર્ગ: ભક્તિ સર્કલથી કારેલીબાગ પોલીસ સ્ટેશન, કાલુપુરા રોડ થઈને જઈ શકાશે.
15. ટાવર ચાર રસ્તાથી જયુબીલીબાગ સર્કલ તરફ: આ રસ્તા પર વાહનો જઈ શકશે નહીં.
- વૈકલ્પિક માર્ગ: ટાવર ચાર રસ્તાથી નાગરવાડા ચાર રસ્તા થઈને જઈ શકાશે.