Gambhira Bridge Collapse: જાગૃત સામાજિક કાર્યકરે જર્જરિત ગંભીરા બ્રિજ અંગે કરી હતી રજૂઆત, ભૂલ સ્વીકારી અધિકારીએ કહ્યું કે, ભારે અકસ્માત થાય…

મહત્ત્વનું છે કે, આ દુર્ઘટનામાં અત્યારસુધી 9 લોકોનાં મોત થયા છે અને 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Wed 09 Jul 2025 03:34 PM (IST)Updated: Wed 09 Jul 2025 03:38 PM (IST)
gambhira-bridge-collapse-news-social-workers-warning-and-official-statement-on-accident-risks-563489
HIGHLIGHTS
  • આ જર્જરિત બ્રિજ અંગે સામાજિક કાર્યકર લખન દરબાર દ્વારા R&Bના અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.
  • અધિકારીએ કહ્યું હતું કે, અમને ખબર છે આ બ્રિજ જર્જરિત છે.

Gambhira Bridge Collapse News: આજે સવારે 8 વાગ્યે આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો. આ જર્જરિત બ્રિજ અંગે સામાજિક કાર્યકર લખન દરબાર દ્વારા R&Bના અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે અધિકારીએ કહ્યું હતું કે, અમને ખબર છે આ બ્રિજ જર્જરિત છે, પણ અમારે આ કાગળ પર જોઈએ. ભારે અકસ્માત થઈ શકે છે. મહત્ત્વનું છે કે, આ દુર્ઘટનામાં અત્યારસુધી 9 લોકોનાં મોત થયા છે અને 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

સામાજિક કાર્યકર લખન દરબાર અને અધિકારી વચ્ચે થયેલી વાતચીતના અંશો.

લખન દરબારઃ હર્ષદસિંહ પરમાર દ્વારા મુજપુર ગંભીરા બ્રિજ બાબતે લેખીત રજૂઆત કરી હતી. આ બાબતે તમને રજૂઆત કરવા ઘણાં દિવસથી ફોન કરું છું પણ તમે ફોન ઉઠાવતા નથી. આખા બ્રિજની હાલત ખસ્તા છે કેટલાય દિવસ થયાં છતા કામગીરી થઈ નથી. લોકો જીવના જોખમે જાય છે તો આનું કંઈક તો કરો.

અધિકારીઃ અમે આ બાબતે કામગીરી કરવા ફરીથી રિમાઈન્ડર આપ્યું છે. આ બ્રિજ નવો કરી આપો અથવા રિપેર કરાવી દો.

લખન દરબારઃ કોને તમે મોકલ્યું છે?

અધિકારીઃ મેં મારા ઉપરીને મોકલી આપ્યું છે અને ડિઝાઈનની ટીમને પણ બોલાવી છે. આપણે સર્વે કરાવી લીધું. સજેશન પ્રમાણે લાગતું નથી કે, કંઈ થશે. એટલે ફરીથી અમારી ડિઝાઈન ટીમ છે તેને બોલાવીએ છીએ. આ પછી ચાલે કે કેમ એનો અમને સર્વે કરી આપે.

લખન દરબારઃ ચાલે એવું તો મને લાગતું નથી સાહેબ.

અધિકારીઃ અમને તો ખામી લાગે છે પણ, આ પેપર પર જોઈએ. એટલે અમે ડિઝાઈન ટીમને બોલાવી છે.

લખન દરબારઃ સાહેબ કેટલા દિવસો થયા બીજો રસ્તો કાઢો આપણે રાહ થોડી જોવાની.

અધિકારીઃ એમ તાત્કાલિક બંધ થોડી કરાય.

લખન દરબારઃ અરે એમ બંધ ના કરાય તો પણ, એવી રજૂઆત કરો કે, આ તો અર્જન્ટ બેસિસ પર કરવું પડે. આમા થોડી રાહ જોવાય.

અધિકારીઃ અર્જન્ટ બેસ પર જ લીધું છે. ભારે અકસ્માત થાય તો મોટો અકસ્માત થઈ શકે છે.

લખન દરબારઃ હું રજૂઆત કરું છું, તમે ફોન ઉઠાવતા નથી સામાજિક માણસના તો ફોન ઉઠાવવા પડેને. મેં તમને ઘણાં ફોન કર્યા છે.

અધિકારીઃ તમારી રજૂઆત ઓફિસે કાગળથી પણ આપી શકો છો.

લખન દરબારઃ કાગળથી રજૂઆત આપી છે.

અધિકારીઃ અમે એમાં એક્શન લીધા છે.

લખન દરબારઃ આ પ્રોસેસમાં કેટલા દિવસ થશે.

અધિકારીઃ એ નક્કી ના કહેવાય. એ તો ગાંધીનગરથી આવે.

લખન દરબારઃ તમારો કોઈ જવાબદારીવાળો હોદ્દો જ નથી.

અધિકારીઃ જવાબદાર હોદ્દો છે એટલે ડિઝાઈન ટીમને તાત્કાલિક બોલાવી છે. અત્યારે હું ગાંધીનગર જવ છું અને એમને મળીને ટેક્નિકલી વાત કરી લવ.

લખન દરબારઃ તમે નહીં કરો તો અમે એ બ્રિજ પર ઉપવાસ આંદોલન પર બેસી જશું.

અધિકારીઃ ઓકે

ગંભીરા બ્રિજમાં મૃત્યું પામેલા લોકોની યાદી

  • 1) વૈદિકા રમેશભાઈ પઢીયાર, ઉં. વ.- , ગામ-દરિયાપુરા
  • 2) નૈતિક રમેશભાઈ પઢીયાર, ઉં. વ.- , ગામ-દરિયાપુરા
  • 3) હસમુખભાઈ મહીજીભાઈ પરમાર, ઉં. વ.- , ગામ-મજાતણ
  • 4) રમેશભાઈ દલપતભાઈ પઢીયાર, ઉં. વ.૩૨, ગામ-દરિયાપુરા
  • 5) વખતસિંહ મનુસિંહ જાદવ, ઉં. વ. , ગામ-કાન્હવા
  • 6) પ્રવિણભાઈ રાવજીભાઈ જાદવ, ઉં. વ.૨૬, ગામ-ઉંડેલ
  • 7) અજાણ્યા ઇસમ
  • 8) અજાણ્યા ઇસમ
  • 9) અજાણ્યા ઇસમ

ગંભીરા બ્રિજમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની યાદી

  • 1) સોનલબેન રમેશભાઈ પઢિયાર, ઉં. વ. ૪૫, ગામ-દરિયાપુરા
  • 2) નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ઉં. વ. ૪૫, ગામ-દહેવાણ
  • 3) ગણપતસિંહ ખાનસિંહ રાજુલા, ઉં. વ. ૪૦, ગામ-રાજસ્થાન
  • 4) દિલીપભાઈ રામસિંહ પઢિયાર, ઉં. વ. ૩૫, ગામ-નાની શેરડી
  • 5) રાજુભાઈ ડુડાભાઇ, ઉં. વ. ૩૦, ગામ-દ્વારકા
  • 6) રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા, ઉં. વ. ૪૫, ગામ-દેવાપુરા