Tapi News: ડોલવણમાં યુવકે પત્ની અને પુત્રીની હત્યા કરી પોતે પણ મોતને ગળે લગાવ્યું, જુઓ શું છે સમગ્ર મામલો

જતીન પટેલે પોતાની 24 વર્ષીય પત્ની સુલોચના અને 7 વર્ષીય પુત્રી મિશ્વાને ગળેટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના બાદ જતીન પટેલે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 28 Jun 2025 09:50 AM (IST)Updated: Sat 28 Jun 2025 09:50 AM (IST)
a-young-man-killed-his-daughter-and-wife-and-committed-suicide-in-the-of-tapi-dolawan-556982
HIGHLIGHTS
  • પોલીસે અગમ્ય કારણોસર હત્યા બાદ આત્મહત્યાનો ગુનો દાખલ કર્યો
  • મૃતક જતીને ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી મૂકી હતી

Tapi Crime News: તાપીના ડોલવણ તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં વરજાખણ ગામના ગામીત ફળિયામાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટના પહેલા યુવકે ઇન્ટાગ્રામ પર એક સ્ટોરી મૂકી હતી જેમાં ઘટનાનો સંકેત પણ આપી દીધો હતો.

મૃત્યું પહેલા સ્ટોરી લગાવી હતી

મૃતક જતીને ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી મૂકી હતી જેમાં લખ્યું હતું કે, 'જિસને ભી દિયા એક બુંદ સહારા, રહી ઝિંદગી તો સમુંદર લૌટાયેંગે.' આ સ્ટોરી તેને આ ઘટના પહેલા પોસ્ટ કરી હતી.

પોલીસે તપાસ શરુ કરી

આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અગમ્ય કારણોસર હત્યા બાદ આત્મહત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે આ મામલે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે, જેથી આ ઘટના પાછળનું સાચું કારણ બહાર આવી શકે. આ ઘટનાને કારણે પરિવાર અને ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.