Tarnetar Fair:યુવાનોને રમત ગમત પ્રત્યે વધુ પ્રોત્સાહિત કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા તરણેતરના મેળામાં ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.26 થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાનાર 20માં ગ્રામિણ ઓલમ્પિકમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં 100 મી.દોડ, 400 મી.દોડ, 800 મી.દોડ, ગોળાફેંક, લાંબી કુદ, 4 x 100 મી.રીલે દોડ, નારીયેળ ફેંક, સ્ટ્રોન્ગેસ્ટમેન, સાતોડી (નારગોલ), ખાંડના લાડવા ખાવાની હરીફાઇ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં તા.26 ઓગસ્ટ 2025ના રોજ 16 વર્ષ સુધીના ભાઈઓ – બહેનો માટે 100 મી.દોડ, 200 મી.દોડ, 800 મી.દોડ, લાંબીકુદ અને 12 વર્ષના બાળકો માટે લંગડી રમતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત તા.28 ઓગસ્ટ 2025ના રોજ રોપ સ્કીંપીંગ-દોરડાકુદ રમતનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓમાં ભાગ લેવા 12 અને 16 વર્ષથી નાની વયના શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ પોતાની શાળાના આચાર્યના સહી-સિક્કા કરાવીને એન્ટ્રી ફોર્મ જિલ્લા રમત વિકાસ અધિકારીને મોકલી આપવાનું રહેશે.
આ ઉપરાંત ઓપન વિભાગ રમતોમાં ભાગ લેવા ભાઈઓ-બહેનો માટે તા.26 ઓગસ્ટ 2025ના રોજ 100 મી.દોડ, 400 મી.દોડ, 800 મી.દોડ, ગોળાફેંક, લાંબી કુદ, 4 x 100 મી.રીલે દોડનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં તા.27 ઓગસ્ટ 2025ના રોજ ભાઈઓ માટે નારીયેળ ફેંક, સ્ટ્રોન્ગેસ્ટમેન, સાતોડી (નારગોલ), ખાંડના લાડવા ખાવાની હરીફાઇ, કુસ્તી રમતમાં 45 થી 55 કિ.ગ્રા, 55 થી68 કિ.ગ્રા અને 68 કિ.ગ્રાથી ઉપરનું વજન ધરાવતા ખેલાડીઓ માટે, વોલીબોલ અને કબડ્ડીમાં 10 ખેલાડીઓની ટીમ માટે રમતનું આયોજન કરવામાં આવ્યું છે.