Surendranagar Lok Sabha Seat 2024: સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સોમાભાઇ પટેલ ચાર વાર સાંસદ બન્યા, આ બેઠક પર ભાજપ છ વાર અને કોંગ્રેસ છ વાર જીત મેળવી હતી

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 01 Apr 2024 11:52 AM (IST)Updated: Mon 01 Apr 2024 11:52 AM (IST)
surendranagar-lok-sabha-election-2024-sombhai-patel-became-mp-four-times-from-this-constituency-307943

રાજેન્દ્રસિંહ પરમાર.
Surendranagar Lok Sabha Constituency 2024:
સુરેન્દ્રનગર લોકસભા બેઠક ગુજરાતની નવમા નંબરની લોકસભા સીટ છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં વિરમગામ, ધંધુકા, દસાડા, લીમડી, વઢવાણા, ચોટીલા, ધ્રાંગધ્રા વિધાનસભાનો સમાવેશ થાય છે. આ લોકસભા બેઠક પર કોળી સમાજના મતદારોથી પ્રભાવિત છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના પરિણામ કોળી મતદારો નક્કી કરે છે. જેથી કોળી સમાજના સોમાભાઇ પટેલ આ લોકસભા બેઠક પરથી સૌથી વધુ વાર સાંસદ બન્યા હતા. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી કોળી સમાજના ઉમેદવાર વિજય બન્યા છે. સુરેન્દ્રનગર ખેતી પર નિર્ભર રહેતો જીલ્લો છે. આ ઉપરાંત ઉઘોગમાં મીઠાનું ઉત્પાદન પણ આ જિલ્લામાં મોટા પ્રમાણમાં થાય છે. આ વખતે ભાજપે ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે.

સુરેન્દ્રનગર લોકસભાના પ્રથમ સાંસદ ઘનશ્યામ ઓઝા હતા
સુરેન્દ્રનગર લોકસભાની પ્રથમ ચૂંટણી વર્ષ 1962માં થઇ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઘનશ્યામભાઇ ઓઝાને ટિકિટ ફાળવવામાં આવી હતી. ઘનશ્યામ ઓઝા આ ચૂંટણીમાં 123006 મતથી વિજેતા બન્યા હતા. જ્યારે તેમને હરિફ ઉમેદવાર ભાનુમતીબેન પટેલ હતા જેઓ અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા. ભાનુમતીબેન પટેલને 80955 મત મળ્યા હતા. આમ સુરેન્દ્રનગર લોકસભા બેઠકની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ચાર વાર સોમાભાઇ પટેલ સંસદ બન્યા
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સૌથી વધુ સોમાભાઇ પટેલ સાંસદ બન્યા હતા. સોમાભાઇ પટેલ વર્ષ 1989માં ભાજપમાંથી સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવારી કરી હતી. આ ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા અને સુરેન્દ્રનગર બેઠક પર પ્રથમ વાર ભાજપનો વિજય થયો હતો. ત્યાર બાદ 1991ની લોકસભા બેઠક પર ભાજપે ફરી સોમાભાઇ પટેલને ટિકિટ ફાળવી હતી. આ ચૂંટણીમાં પણ સોમાભાઇ વિજેતા બન્યા હતા. આમ સતત બે વાર સોમાભાઇ પટેલ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર વિજેતા થયા.

વર્ષ 1996ની લોકસભા ચૂંટણી વખતે સમીકરણો બદલાયા. આ વખતે સોમાભાઇ પટેલ સામે કોંગ્રેસના સનત મહેતા ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં સનત મહેતાએ સોમાભાઇને હરાવીને સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર વિજય મેળવ્યો હતો. વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં ફરી એક વાર ભાજપે સોમાભાઇ પટેલને ટિકિટ આપી આ ચૂંટણીમાં સોમાભાઇ વિજય થયો. જો કે, ત્યાર સોમાભાઇ પક્ષ પલટો કર્યો ભાજપ છોડીને તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. 2009માં કોંગ્રેસે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી સોમાભાઇને ટિકિટ આપી જેમાં તેમનો વિજય થયો હતો.

અર્થશાસ્ત્રી આર.કે અમીન સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા
વર્ષ 1977માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક પરથી પ્રસિધ્ધ અર્થશાસ્ત્રી આર કે અમીન સાંસદ બન્યા હતા. આર કે અમીન કોંગ્રેસ અને સામ્યવાદી વિરોધીઓના જુદા જુદા પક્ષોના વિલયથી રચવામાં આવેલા જનતા પક્ષના ઉમેદવાર તરીકે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી કરી હતી. 1968 થી 1970 દરમિયાના આર કે અમીન જનતા પક્ષના રાષ્ટ્રીય સ્તરના સંયુક્ત સેક્રેટરીની જવાબદારી નિભાવી હતી. 1968 થી 1971 સુધી તેઓ રાષ્ટ્રીય કારોબારીના સભ્ય રહ્યા હતા.

1974 થી 1977 દરમયિના આર કે અમીને ભારતીય લોકદળ પક્ષના ગુજરાત એકમના વડા તરીકે કામ કર્યુ હતુ. તે સમયે અસ્તિત્વ ધરાવતો જનતા પક્ષ વિખેરવામાં આવ્યા બાદ ભારતીય લોકદળની સ્થાપના થઇ હતી. જેના રાષ્ટ્રીય સ્તરના સામાન્ય મંત્રી તરીકે આર કે અમીને જવાબદારી નિભાવી. આર કે અમીનને સસદીય બોર્ડના સભ્ય બનાવાવમાં આવ્યા હતા. 1984 થી 1989 સુધી તેમણે ભારતીય જનતા દળના રાષ્ટ્રીય કારોબારીના સભ્ય તથા ગુજરાત શાખાના ઉપાધ્યાક્ષ તરીકે ફરજ બજાવી હતી. 1989 બાદ તેમણે જાહેર જીવનમાંથી સ્વૈચ્છિક નિવૃતિ લીધી હતી.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસ છ વાર જીત મેળવી
સુરેન્દ્રનગર લોકસભા બેઠકની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. ત્યાર બાદ 1971મા કોંગ્રેસના ઉમેદવાર રસિકલાલ પરીખ વિજેતા બન્યા હતા. વર્ષ 1980 અને 1984 ની લોકસભા ચૂંટણીમાં દિગ્વિજયસિંહ ઝાલા બે વાર કોંગ્રેસમાંથી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર વિજય બન્યા હતા. વર્ષ 1996માં સનત મહેતા અને વર્ષ 2009માં સોમાભાઇ પટેલ કોંગ્રેસમાંથી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો હતો. સોમાભાઇ પટેલ ભાજપમાંથી પક્ષ પલટો કરીને 2009માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડયા હતા.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ છ વાર જીત મેળવી
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપને પ્રથમ જીત અપાવનાર ઉમેદવાર સોમાભાઇ પટેલ હતા. વર્ષ 1989મા સોમાભાઇ પટેલ ભાજપમાંથી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ત્યાર બાદ બીજી વાર સોમાભાઇ પટેલ 1991માં ભાજપમાંથી ચૂંટણી લડી વિજેતા બન્યા અને વર્ષ 2004માં સોમાભાઇ ભાજપમાંથી છેલ્લી લોકસભા ચૂંટણી લડ્યા હતા. વર્ષ 1998માં સુરેન્દ્રનગર બેઠક પર ભાજપે મહિલા ઉમેદવાર ભાવનાબેન દવેની ટિકિટ ફાળવી હતી. આ ચૂંટણીમાં ભાવનાબેન દવેનો વિજય થયો હતો. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક પરથી ભાજપ સતત વિજય થતો રહ્યો છે.

1962ઘનશ્યામભાઇ છોટાભાઇ ઓઝા
1971રસિકલાલ પરીખ
1980દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા
1984ઝાલા દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ
1996સનત મહેતા
2009સોમાભાઇ ગાંડાભાઇ પટેલ

જીતેલા અને હારેલા ઉમેદવારોની વિગત

1989સોમાભાઇ ગાંડાભાઇ પટેલ
1991સોમાભાઇ ગાંડાભાઇ પટેલ
1998દવે ભાવનાબેન
2004સોમાભાઇ પટેલ
2014દેવજીભાઇ ફતેપરા
2019મહેન્દ્રભાઇ મુજપરા
વર્ષજીતેલા ઉમેદવારપક્ષમતહારેલા ઉમેદવારપક્ષમત
1962ઘનશ્યામભાઇ છોટાભાઇ ઓઝાINC123006ભાનુમતીબેન પટેલIND80955
1967મેધરાજજીSWA169191વી.જે ડગલીINC97190
1971રસિકલાલ પરીખINC136566શ્રીરાજ મેઘરાજજીIND127875
1977આર.કે. અમીનBLD139927શાહ મનુભાઇ મનસુખભાઇINC134494
1980દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાINC193632પરમાર જુવાનસિંહ જીલુભાJNP109116
1984ઝાલા દિગ્વિજયસિંહ પ્રતાપસિંહINC191632શાહ બાબુલાલBJP155254
1989સોમાભાઇ ગાંડાભાઇ પટેલBJP257344દિગ્વિજયસિંહ ઝાલાINC129671
1991સોમાભાઇ ગાંડાભાઇ પટેલBJP189389સનત મગનલાલા મહેતાINC178503
1996સનત મહેતાINC199593સોમાભાઇ પટેલBJP134741
1998દવે ભાવનાબેનBJP268819સનત મહેતાINC259158
1999મકવાણા સવશીભાઇINC244368દવે ભાવનાબેનBJP218463
2004સોમાભાઇ પટેલBJP219872સવશીભાઇ મકવાણાINC185928
2009સોમાભાઇ ગાંડાભાઇ પટેલINC247710લાલજીભાઇ મેરBJP242879
2014દેવજીભાઇ ફતેપરાBJP529003સોમાભાઇ પટેલINC326096
2019મહેન્દ્રભાઇ મુજપરાBJP631844સોમાભાઇ પટેલINC354407