Surendranagar: ગાંધીનગર SMCની ટીમે રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી રૂપિયા 2.08 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

aઆ કાર્યવાહીમાં SMC દ્વારા કુલ છ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાંથી બેની ધરપકડ કરવામાં આવી છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sat 16 Aug 2025 04:04 PM (IST)Updated: Sat 16 Aug 2025 04:04 PM (IST)
surendranagar-gandhinagar-smc-team-seizes-foreign-liquor-worth-rs-2-08-crore-from-rajkot-ahmedabad-highway-586479
HIGHLIGHTS
  • SMCની ટીમે બાતમીના આધારે હાઈવે પર બલદાણા ગામ પાસે આવેલી પંચદેવ હોટલના કમ્પાઉન્ડમાં દરોડો પાડ્યો હતો.
  • આ દરોડા દરમિયાન એક ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો.

Surendranagar News: ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પરથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં SMC દ્વારા કુલ છ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાંથી બેની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, SMCની ટીમે બાતમીના આધારે હાઈવે પર બલદાણા ગામ પાસે આવેલી પંચદેવ હોટલના કમ્પાઉન્ડમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન એક ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો. પોલીસે ટ્રકની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૩,૯૩૧ બોટલો મળી આવી હતી.

પોલીસે સ્થળ પરથી દારૂ ઉપરાંત ૩૦ લાખ રૂપિયાની કિંમતનો ટ્રક, ત્રણ મોબાઈલ ફોન અને રોકડ પણ જપ્ત કરી હતી. આમ, કુલ ૨.૦૮ કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. SMCની ટીમે ટ્રક ચાલક અને દારૂ મંગાવનારના એક ખાનગી માણસ સહિત બે શખ્સોને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય ચાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે વઢવાણ પોલીસ મથકે કુલ છ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.