Surat Rain News: સુરત જિલ્લામાં ફરી એક વખત મેઘરાજાની સવારી આવી પહોચી છે. સુરત શહેરમાં વરસાદી માહોલને લઈને શહેરના વેડરોડ ગુરુકુળ અને કતારગામ, ડભોલી અને સીંગણપોર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને વાહન ચાલકોને હાલાકી પડી હતી. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં સુરત શહેરમાં 32 મિ.મી. વરસાદ નોંધાયો હતો.
સુરત જિલ્લામાં વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એક વખત સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં ગત મોડી રાતથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. સુરત શહેરમાં વરસાદી માહોલને લઈને શહેરના વેડ રોડ ગુરુકુળ ખાતે ભરાયા પાણી હતા. અહી ગુંઠણસમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી હતી.

પાણી ભરાતા લોકોને હાલાકી પડી
આ ઉપરાંત કતારગામ, ડભોલી, વેડરોડ, સીંગણપુર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. અહી રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. આ ઉપરાંત શહેરના એ.કે. રોડ સ્થિત ઉમિયાધામ નજીક પણ રોડ પર પાણી ભરાયા હતા જેને લઈને લોકોને હાલાકી પડી હતી.
આ પણ વાંચો

આજે બપોરે 12 વાગ્યા સુધીમાં ઓલપાડમાં 8 મિ.મી., માંગરોળમાં 45 મિ.મી., ઉમરપાડામાં 29 મિ.મી., કામરેજમાં 53 મિ.મી., સુરત શહેરમાં 32 મિ.મી., ચોરાસીમાં 33 મિ.મી., પલસાણા અને બારડોલીમાં 2 મિ.મી. અને મહુવામાં 5 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

કીમ ચાર રસ્તા નજીક ફિરદોષ શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરત શહેર અને જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસાદને લઈને કીમ ચાર રસ્તા નજીક આવેલા ફિરદોષ શોપિંગ સેન્ટર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને વેપારીઓને હાલાકી પડી હતી આ ઉપરાંત રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી હતી. લોકોના મોપેડ, બાઈક રીક્ષા જેવા વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા.
