Rajkot News: રાજ્યનો સરેરાશ વરસાદ 68.91 ટકા નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો એટલે કે માત્ર 63.63 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં 70 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે, પરંતુ સૌરાષ્ટ્રમાં હજુ પણ સરેરાશ કરતાં ઓછો વરસાદ છે. સૌથી ઓછો વરસાદ રાજકોટ શહેરમાં નોંધાયો છે. જોકે, આ સરેરાશ વચ્ચે પણ સૌરાષ્ટ્ર-કચ્છના 49 જેટલા ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે, જેને કારણે આસપાસના વિસ્તારોને 'હાઈએલર્ટ' પર રાખવામાં આવ્યા છે.
24 કલાકમાં સૌથી વધુ વરસાદ ધોરાજી અને માળિયાહાટીનામાં
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 3.15 ઇંચ અને ત્યારબાદ જૂનાગઢના માળિયાહાટીનામાં 2.80 ઇંચ નોંધાયો છે.
100 ટકા અને 90 ટકાથી વધુ ભરાયેલા ડેમ
- અમરેલી: રાજુલા (ધાતરવાડી-1), સાવરકુંડલા (સુરાવાડી)
- ભાવનગર: તળાજા (પ્રાગજી), મહુવા (માલણ, બગદ), પાલીતાણા (શેત્રુંજી)
- બોટાદ: ગઢડા (કાલુબાર), રાણપુર (ઉતાવલી), ગઢડા (ભીમદાદ)
- દેવભૂમિ દ્વારકા: ખંભાળિયા (ઉમરિયા), ભણવડ (સોનમતી)
- ગીર સોમનાથ: ગીર-ગઢડા (મછુન્દ્રી)
- જામનગર: જામનગર (વાગડિયા), કાલાવડ (ફુલઝર-I), લાલપુર (ફુલઝર-II)
- કચ્છ: અબડાસા (બેરાચીયા), મુંદ્રા (કાલાઘોઘા), માંડવી (ડોન)
- પોરબંદર: પોરબંદર (સોરઠી)
- રાજકોટ: પડધરી (ન્યારી-I)
- સુરેન્દ્રનગર: ચોટીલા (ચુપકાળ), ચોટીલા (ત્રિવેણી થંગા)
આ ઉપરાંત, 95 ટકાથી વધુ ભરાયેલા ડેમોમાં પણ ઘણા ડેમનો સમાવેશ થાય છે. જેમાં અમરેલી, રાજકોટ, મોરબી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, અને કચ્છના અનેક ડેમો 95 ટકાથી વધુ ભરાઈ ગયા છે. આ ડેમોના ઓવરફ્લો ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે જેમના કારણે 'હાઈએલર્ટ' પર રાખવામાં આવ્યા છે.