Rajkot Market Yard Bhav Today 22 August 2025 | રાજકોટ માર્કેટ યાર્ડ ફળના ભાવ| રાજકોટ માર્કેટિંગ યાર્ડ આજના બજાર ભાવ | Rajkot APMC Price Today | Rajkot APMC Rate Today

રાજકોટ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 22 Aug 2025 03:24 PM (IST)Updated: Fri 22 Aug 2025 03:24 PM (IST)
rajkot-apmc-aaj-na-bajar-bhav-22-august-2025-589916

Rajkot APMC Market Yard Bhav Today (રાજકોટ માર્કેટ યાર્ડ ના આજના બજાર ભાવ) 22 August 2025: આજે આ અહેવાલમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશે વિગતવાર માહિતી મેળવશું. રાજકોટ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે, જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે. ખાસ કરીને મગફળી, જીરુ, ઘઉં, તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે. અહિ તમામ પ્રકારની શાકભાજી તેમજ વિવધ ફળોની પણ આવક થાય છે, જેના પણ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળે છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં જણસી, શાકભાજી અને ફળોની આવક થાય છે

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં અવાક થાય છે. અને ત્યાંના કપાસના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, રાજકોટ માર્કેટમાં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા નથી મળતા. વેચાણની વાત કરવામાં આવે તો, રાજકોટમાં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ- વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

રાજકોટ માર્કેટ યાર્ડ મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે, જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકોનું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો રાજકોટ એવું માર્કેટ યાર્ડ છે કે, જ્યાં સૌથી સારો ભાવ જોવા મળતો હોય છે. અને ખેડૂતોને ત્યાં માલ વેચવો પણ પરવડતો હોય છે.

રાજકોટ માર્કેટ યાર્ડ જણસીના ભાવ

અનાજન્યુનતમમહત્તમ
કપાસ બી.ટી.13051666
ઘઉં લોકવન508541
ઘઉં ટુકડા517594
જુવાર સફેદ750800
બાજરી375451
તુવેર11111350
ચણા પીળા9501175
ચણા સફેદ11501970
અડદ12551600
મગ12301667
વાલ દેશી500920
ચોળી8301400
મઠ10002000
વટાણા5002160
કળથી540775
રાજમા9001850
સીંગદાણા13501440
મગફળી જાડી9351180
મગફળી જીણી9301072
તલી14252019
એરંડા12601305
અજમો9001465
સોયાબીન750897
સીંગફાડા10001325
કાળા તલ27114300
લસણ620850
ધાણા12351470
ધાણી13001498
વરીયાળી7801280
જીરૂ33003734
રાય12501650
મેથી8401270
કલોંજી20004060
રાયડો11501280
રજકાનું બી77009600