Porbandar News: પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની પોરબંદર સ્ટેશનેથી ઉપડતી પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન ટેક્નિકલ કારણોસર રદ કરવામાં આવી હતી. જોકે આ ટ્રેનને લઇને મહત્વના અપડેટ આવ્યા છે. જે અનુસાર ટ્રેન રાબેતા મુજબ પોતના સમયે દોડશે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, 17 મે 2025ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન નં. 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, જે અગાઉ રદ કરવામાં આવી હતી, તે હવે રાબેતા મુજબ દોડશે.
નોંધનીય છેકે આજે સવારે જણાવવામાં આવ્યું હતું કે, પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન ટેકનિકલ કારણોસર સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. પરંતુ હવે તે પુનઃ રાબેતા સમય મુજબ દોડશે તેની નોંધ સૌ મુસાફરોએ લેવા અને વિગતવાર માહિતી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે.