Amritsar-Jamnagar Expressway: અમૃતસર–જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટર સ્ટ્રેચમાં આજથી ટોલ વસૂલાત સ્થગિત, જાણો કેમ લેવાયો નિર્ણય

ભારતમાલા પ્રોજ્ક્ટ અંતર્ગતના મહત્વપૂર્ણ એવા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે (NH-754K) પર સાંચોર-સાંતલપુર સેક્શનના પેકેજ-4માં અત્યારે રિપેરિંગની મહત્વપૂર્ણ કામગીરી ચાલુ છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Tue 15 Jul 2025 11:43 AM (IST)Updated: Tue 15 Jul 2025 11:43 AM (IST)
toll-collection-suspended-on-28-km-stretch-of-amritsar-jamnagar-expressway-from-today-566883
HIGHLIGHTS
  • 15 જુલાઇ 2025 સવારે 8 વાગ્યાથી આ નિર્ણય લાગુ થઇ જશે.
  • રિપેરિંગની નિર્ધારિત કામગીરી પૂર્ણ થયા સુધી 28.71 કિલોમીટરના સ્ટ્રેચનો ટોલ નાગરિકો માટે ફ્રી રહેશે.

Amritsar-Jamnagar Expressway Toll Update: રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. ભારતમાલા પ્રોજ્ક્ટ અંતર્ગતના મહત્વપૂર્ણ એવા અમૃતસર-જામનગર એક્સપ્રેસવે (NH-754K) પર સાંચોર-સાંતલપુર સેક્શનના પેકેજ-4માં અત્યારે રિપેરિંગની મહત્વપૂર્ણ કામગીરી ચાલુ છે. જેથી અહીં 28.71 કિલોમીટરના સ્ટ્રેચમાં લાગતો ટોલ ટૂંકી મુદ્દત માટે માફ કરવામાં આવ્યો છે.

NHAIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 15 જુલાઇ 2025 સવારે 8 વાગ્યાથી આ નિર્ણય લાગુ થઇ જશે. રિપેરિંગની નિર્ધારિત કામગીરી પૂર્ણ થયા સુધી 28.71 કિલોમીટરના સ્ટ્રેચનો ટોલ નાગરિકો માટે ફ્રી રહેશે.

રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર સુધી 125 કિલોમીટરનો માર્ગ એક મહત્વપૂર્ણ ઇકોનોમિક કોરિડોર છે. ભારતમાલા પ્રોજેક્ટનો ઉદેશ દેશના ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોની પૂર્વ ક્ષેત્રના વિસ્તારો સાથે કનેક્ટીવીટી વધારવાનો છે. જામનગર, કંડલા અને મુન્દ્રા જેવા પોર્ટસ પરથી ઉત્તર ક્ષેત્રના રાજ્યો-પ્રદેશોને વિવિધ ઉત્પાદનોની આયાત-નિકાસની વૈશ્વિક સુવિધા પણ આ પ્રોજેક્ટથી આપવાનું વ્યૂહાત્ક આયોજન છે .