Patan News: પાટણ જિલ્લાના હારીજના રાવળ સમાજના 12 સભ્યોનું એક જૂથ 1 ઓગસ્ટના રોજ ચારધામ યાત્રા માટે રવાના થયું હતું. ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટના બાદ મંગળવાર રાતથી આ તમામ યાત્રાળુઓ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. તેમના ફોન સ્વિચ ઓફ આવતા હોવાથી પરિવારજનો ભારે ચિંતામાં છે અને તેમણે તંત્રને જાણ કરી છે.
યાત્રાળુઓમાંના એક, રમેશભાઈ જીવનભાઈ રાવળના પુત્ર પ્રવીણભાઈએ જણાવ્યું કે ગંગોત્રી પહોંચતા પહેલાં છેલ્લે મંગળવારે ફોન પર વાત થઈ હતી, ત્યારે બધા સ્વસ્થ હતા. પરંતુ ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટનાની જાણ થતાં જ ફરીથી સંપર્ક કરવાનો પ્રયાસ કરતા કોઈનો ફોન લાગી રહ્યો નથી. છેલ્લું લોકેશન ગંગોત્રીનું બતાવી રહ્યું છે, પણ સંપર્ક થઈ શકતો નથી. આ તમામ યાત્રાળુઓની ઉંમર 50 વર્ષથી વધુ છે.
પરિવારજનોએ હારીજ મામલતદાર ઓફિસમાં આ અંગે જાણ કરી છે. તેમણે પાટણના કલેક્ટર તુષાર ભટ્ટ અને નિવાસી અધિક કલેક્ટરનો પણ ટેલિફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંનેના ફોન ઉપડ્યા નહોતા.
સંપર્કવિહોણા યાત્રાળુઓના નામ:
- રાવળ કનુભાઈ કેશાભાઈ
- રાવળ નમર્દાબેન કનુભાઈ
- રાવળ રમેશભાઈ જીવણભાઈ
- રાવળ લીલાબેન રમેશભાઈ
- ઠાકોર દીનેશજી ગોવાજી
- ઠાકોર નાગજીજી રૂપાજી
- રાવળ શુરેશભાઈ ભભાભાઈ
- રાવળ ગીતાબેન શુરેશભાઈ
- રાવળ કનુભાઈ સોમાભાઈ
- રાવળ મંજુલાબેન કનુભાઈ
- રાવળ કમલેશભાઈ ગાંડાભાઈ
- રાવળ ક્રિષ્નાબેન કમલેશભાઈ