Ganesh Visarjan 2025: ગોધરામાં ગણેશ વિસર્જન નિમિત્તે જાહેરનામું બહાર પડાયું, પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા

શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી, પોલીસ અધિક્ષક, પંચમહાલ ગોધરાની દરખાસ્તના આધારે નિયંત્રણો અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 31 Aug 2025 07:07 PM (IST)Updated: Sun 31 Aug 2025 07:07 PM (IST)
godhra-ganesh-visarjan-2025-traffic-restricted-alternative-routes-announced-on-sept-1-594977

Panchmahal News: પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે.પટેલ એ તેમને મળેલ સત્તાની રૂએ ગોધરા શહેરમાં 1 સપ્ટેમ્બર 2025 ના રોજ ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને ટ્રાફિક નિયમન માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યાના સમયગાળા સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાં મુજબ ગણેશ વિસર્જન દરમિયાન શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી, પોલીસ અધિક્ષક, પંચમહાલ ગોધરાની દરખાસ્તના આધારે નિયંત્રણો અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત વડોદરા, દાહોદ, અમદાવાદ અને મહિસાગર જિલ્લા તરફથી ગોધરા શહેરમાં આવતા તમામ વાહનોના ગોધરા શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશ-દાહોદ- ઝાલોદ - દેવગઢ બારીયા તરફથી ગોધરા આવતી તમામ સરકારી તેમજ ખાનગી બસો પરવડી ચોકડી જલારામ સ્કૂલથી, કોટડા ગામ- ચંચોપા ચોકડી-કંકુથાંભલા ચોકડી-છબનપુર ચોકડી અંડરબ્રિજ- દરૂણીયા ચોકડી-ભામૈયા અંડરબ્રિજ થઈ ત્રિમંદિર-ભામૈયા-શિમલા-સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ તરફ થઈને નવા કાર્યરત હંગામી બસ સ્ટેન્ડ તરફ અવર-જવર કરી શકશે.

જ્યારે વડોદરા-હાલોલ તરફથી આવતી તમામ સરકારી તથા ખાનગી બસો તૃપ્તિ હોટલ-લીલેસરા ચોકડી- ગદકપુર ચોકડી-બામરોલી ચોકડી- પરવડી ચોકડી જલારામ સ્કૂલથી, કોટડા ગામ- ચંચોપા ચોકડી-કંકુથાંભલા ચોકડી-છબનપુર ચોકડી અંડરબ્રિજ- દરૂણીયા ચોકડી-ભામૈયા અંડરબ્રિજ થઈ ત્રિમંદિર-ભામૈયા-શિમલા-સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ તરફ થઈને નવા કાર્યરત હંગામી બસ સ્ટેન્ડ તરફ અવર-જવર કરી શકશે.

દામાવાવ-બામરોલી રોડથી આવતા તમામ સરકારી તથા ખાનગી બસો બામરોલી ચોકડી-પરવડી ચોકડી જલારામ સ્કૂલથી, કોટડા ગામ-ચંચોપા ચોકડી-કંકુથાંભલા ચોકડી-છબનપુર ચોકડી અંડરબ્રિજ- દરૂણીયા ચોકડી-ભામૈયા અંડરબ્રિજ થઈ ત્રિમંદિર-ભામૈયા-શિમલા-સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ તરફ થઈને નવા કાર્યરત હંગામી બસ સ્ટેન્ડ તરફ અવર-જવર કરી શકશે. શામળાજી-લુણાવાડા તરફથી ગોધરા તરફ આવતી તમામ સરકારી તેમજ ખાનગી બસો છબનપુર ચોકડી અંડરબ્રિજ-દરૂણીયા ચોકડી-ભામૈયા અંડરબ્રિજ થઈ ત્રિમંદિર-ભામૈયા-શિમલા-સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ તરફ થઈને નવા કાર્યરત હંગામી બસ સ્ટેન્ડ તરફ અવર-જવર કરી શકશે.

અમદાવાદ રોડ તરફથી ગોધરા તરફ આવતી તમામ સરકારી તેમજ ખાનગી બસો ભામૈયા અંડરબ્રિજ થઈ ત્રિમંદિર- ભામૈયા-શિમલા-સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ તરફ થઈને નવીન કાર્યરત હંગામી બસ સ્ટેન્ડ તરફ અવર જવર કરી શકશે. આ સાથે તમામ સરકારી તથા ખાનગી બસો સિવાયના ગોધરા શહેરના વ્યક્તિઓ તથા અન્ય બહાર ગામથી ગોધરા શહેરમાં આવતા જતાં વ્યક્તિઓ પોતાના વાહનો છબનપુર અંડરબ્રિજ- પંચામૃત ડેરી સર્કલ- એસ.આર.પી.- એફ.સી.આઈ. ગોડાઉન થઈ ભૂરાવાવ ચોકડી તેમજ કંકુથાંભલા બાયપાસ ચોકડીથી ગોવિંદી ગામ થઈને પંચવટી ચોકડી-એફ.સી.આઈ. ગોડાઉન થઈ ભૂરાવાવ ચોકડી આવ-જા કરી શકશે.

આ ઉપરાંત, લાલબાગ બસ સ્ટેન્ડથી રવિ કોર્પોરેશન તરફ જતા નગરપાલિકાના રોડ પર તમામ પ્રકારના ખાનગી વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ રોડ ઉપર ફક્ત લાલબાગ પાસે તળાવમાં ગણપતિ વિસર્જન કરવા આવતાં વ્યક્તિઓ/વાહનોની અવરજવર ચાલુ રહેશે. આ જાહેરનામુ ગોધરા શહેરમાં ઈમરજન્સી સેવા, જીવનજરૂરી ચીજવસ્તુઓ, પુરવઠો લઈને આવતા ભારે વાહનો તથા સરકારી ફરજોમાં રોકાયેલા વાહનોને લાગુ પડશે નહીં. આ હુકમ/જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પત્ર થશે.