Navsari News: નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો ભારે પવન સાથે વરસાદ થતાં વિજલપુર વિસ્તારમાં આવેલા અલકાપુરી, મારુતિ નગર અને વનગંગા સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે.
નવસારી જિલ્લામાં ફરી એક વખત મેઘરાજાની સવારી આવી પહોચી છે. નવસારીમાં કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો છે જેને લઈને નવસારીમાં વિજલપુર વિસ્તારમાં આવેલા અલકાપુરી, મારુતિ નગર અને વનગંગા સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
હવામાન વિભાગના આંકડા મુજબ સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં નવસારી શહેરમાં 30 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે જલાલપોરમાં 19 મિમી, ચીખલીમાં 6 મિમી અને ખેરગામમાં 6 મિમી વરસાદ પડ્યો છે. જયારે ગણદેવી અને વાંસદામાં વરસાદ નોંધાયો નથી.