Vadtaldham: વડતાલધામ- શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના 59માં જન્મદિન નિમિતે તા. 30ને બુધવારના રોજ નિજમંદિરમાં SGVP ગુરુકુળ અમદાવાદના પૂ.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજીનિ પ્રેરણાથી અમદાવાદના ભાવેશ પરમાનંદ નિંબાર્ક પરિવારના યજમાનપદે રજોપચાર પૂજનનું આયોજન કરાયું હતું.
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ આયોજિત શિક્ષાપત્રી લેખન એવમ આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે તા.૩૦જુલાઈ૨૦૨૫ ને બુધવારના રોજ આચાર્ય મહારાજશ્રીના જન્મદિન પ્રસંગે 130મી રવિસભા ભાવવંદના પર્વ તરીકે યોજાઈ હતી.આ પ્રસંગે વડતાલ,ગઢડા,જૂનાગઢ અને ધોલેરા દેશના સંતો-મહંતો સહીત મોટી સંખ્યામા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

130મી રવિસભાના વક્તા પદે બિરાજેલ વડતાલ મંદિરના ચેરમેન ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીનુ રાજોપચારના યજમાન ભાવેશભાઈ નિંબાર્ક અને સંતરસોઈના યજમાન કલ્પેશ રમણભાઈ પટેલ (બરોડા) તથા મિલિન્દભાઈ પટેલે વક્તાનું પૂજન કર્યું હતું.

આ વર્ષે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ તથા આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દીવર્ષ ઉજવાનાર છે.ત્યારે વક્તાપદે બિરાજેલ ડૉ.સંતવલ્લભદાસજીએ આ સભામાં શિક્ષાપત્રી વિષે કથા કરી હતી. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે આ શિક્ષાપત્રીએ મારૂ વાગ્મય સ્વારૂપ છે.