Anant Ambani (અનંત અંબાણી) Profile: અનંત અંબાણી ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર છે. પોતાના વજનને કારણે વારંવાર ચર્ચામાં રહેતા હતા. એક સમયે તેમનું વજન 175 કિલોગ્રામ સુધી થઈ ગયો હતો જેના કારણે તેમણે એક સમયે ટ્રોલનો સામનો પણ કરવો પડ્યો હતો. પરંતુ વેટ લૉસ રુટીન, એક્સરસાઈઝ અને બેલેન્સ ડાયટની મદદથી 18 મહિનામાં જ તેમણે પોતાનું વજન ઘટાડી દીધું હતું. જો કે એક વખત ફરી તેમનું વજન વધી ગયું છે, ત્યારે આ અંગે તેમની માતા નીતા અંબાણીએ તેમની બીમારી અંગે જણાવ્યું હતું.
અનંત અંબાણીએ બ્રાઉન યુનિવર્સિટી, યુએસએમાંથી તેમની સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી જે બાદ તેઓ પોતાના પિતાને બિઝનેસમાં મદદ કરી રહ્યાં છે. ત્યારે જાણીએ અનંત અંબાણીના એજ્યુકેશન, કરિયર અને તેમની પર્સન લાઈફ અંગેની રોચક વાતો.
અનંત અંબાણી
અનંત મુકેશ અંબાણીનો જન્મ 10 એપ્રિલ, 1995નાં રોજ મુંબઈમાં થયો હતો. તેમણે સ્કૂલ સુધીનો અભ્યાસ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ, મુંબઈથી કર્યો છે. જે બાદ અમેરિકાના બ્રાઉન યુનિવર્સિટીમાંથી તેમણે ડિગ્રી મેળવી છે.

અનંત અંબાણીનું કરિયર
વર્ષ 2020માં પોતાની ડિગ્રી પૂરી કર્યા બાદ અનંત અંબાણી એક બિઝનેસમેન તરીકે પોતાના કરિયરની શરુઆત કરી. તેઓ હાલ એક બિઝનેસમેન અને એન્ટરપ્રેન્યોર તરીકે રિલાયન્સ જિયોના બોર્ડમાં ડિરેક્ટર તરીકે સેવા આપે છે. બે વર્ષથી વધુ સમય સુધી જેપીએલ કે જિયો પ્લેટફોર્મ્સના ડિરેક્ટર તરીકે કામ કર્યું. આ ઉપરાંત અનંતે
તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જિયોના રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ, રિલાયન્સ ન્યૂ એનર્જી લિ. અને રિલાયન્સ ન્યૂ સોલાર એનર્જી લિ.માં પણ બોર્ડમાં સેવા આપી રહ્યા છે. સપ્ટેમ્બર 2022થી તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનમાં જોડાયા. હાલ રિલાયન્સ એનર્જી યૂનિટના પ્રમુખ તરીકે કામ કરે છે.
અનંત એનર્જી અને મટિરિયલ બિઝનેસના વિસ્તરણને ચલાવી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિન્યુએબલ અને ગ્રીન એનર્જીમાં તેની વૈશ્વિક કામગીરી છે. તેઓ વર્ષ 2035 સુધીમાં રિલાયન્સની નેટ કાર્બન ઝીરો કંપની બનવાની યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે.
કારના શોખીન છે અનંત અંબાણી
અનંત અંબાણી મોંઘી મોંઘી કારના શોખીન છે. તેમની પાસે રૉલ્સ રૉયસથી લઈને બીએમડબ્લ્યૂ સહિતની મોંઘી કાર છે. અનંત અંબાણી પાસે રૉલ્સ રૉયસની ફેન્ટમ છે, જેની કિંમત લગભગ 10 કરોડ રુપિયા છે. બીએમડબ્લ્યૂ i8 છે જેની કિંમત લગભગ 2.5 કરોડ રુપિયા છે. આ ઉપરાંત મર્સિડીઝ બેન્ઝ G63 એએમજી કાર છે જેની કિંમત લગભગ 2.5 કરોડ રુપિયા છે. રોવર રેન્જ રોવર વોગની કિંમત 4.50 કરોડ રુપિયા છે. તેમની પાસે મર્સિડીઝ બેન્ઝ S ક્લાસ પણ છે જેની કિંમત 1.64 કરોડ રુપિયા છે. અનંત અંબાણીની પાસે મર્સિડીઝની અન્ય શાનદાર કાર પણ છે.

કેટલી સંપત્તિના માલિક છે અનંત અંબાણી?
સંપત્તિ દુબઈમાં દરિયા કિનારે એક વિલા, કથિત રીતે જે તેમના પિતા મુકેશ અંબાણીએ 80 મિલિયન ડોલરમાં ખરીદ્યો હતો, જે તેમના માટે શહેરની અત્યાર સુધીની સૌથી મોટી રેસિડેન્સિયલ પ્રોપર્ટી ડીલ હતી. તેમની નેટ વર્થ 3,44,000 કરોડ રુપિયા છે.
એનિમલ વેલફેર માટે હંમેશા સક્રિય
અનંત નાનપણથી જ પ્રાણી કલ્યાણ પ્રત્યે ઘણો જ રસ ધરાવે છે. હાલમાં પ્રાણી બચાવવવાની અનેક પહેલ સાથે સંકળાયેલા છે, જેમાં આરોગ્ય સંભાળ, પુનર્વસન અને પ્રાણીઓનું સંરક્ષણ મુખ્ય છે.
અનંત અંબાણી અંગે કેટલીક રસપ્રદ વાતો
- અનંત ભારતના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર છે.
- 2014 સુધી તેમનું વજન 175 કિલોગ્રામ હતું, પરંતુ કઠિન અને ડિસિપ્લીન રુટીનનું પાલન કર્યા બાદ તેમણે 2016માં 18 મહિનાના સમયગાળામાં જ શરીરનું વજન લગભગ 108 કિલોગ્રામ કર્યું હતું.
- અસ્થમાની સારવાર દરમિયાન તેમના શરીરનું વજન ઘણું જ વધી ગયું હતું. અસ્થમાની સારવાર માટે તેમણે સ્ટીરૉયડ લેવી પડી હતી જેના કારણે તેમનું વજન વધી ગયું હતું.
- પોતાનું વજન ઘટાડવા માટે તેઓ દરરોજ લગભગ 21 કિલોમીટર ચાલતા હતા. આ ઉપરાંત વેટ લૉસ ટ્રેનિંગ, કાર્ડિયો એક્સરસાઈઝ અને યોગ કરતા હતા અને લક્ષ્ય સુધી પહોંચવા માટે સુગર લેસ અને ઓછા કાર્બોહાઈડ્રેટવાળા ડાયટ પ્લાનને ફોલો કરતા હતા.
- અનંત હંમેશા ઈન્ડિયન પ્રીમિયર લીગ સહિત વિભિન્ન રમત આયોજનમાં સામેલ હોય છે જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ટીમ મુંબઈ ઈન્ડિયન્સના માલિક હોય છે.
- માર્ચ 2019માં અનંત અંબાણીને ઉત્તરાખંડના તત્કાલીન મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના સભ્ય તરીકે પસંદ કર્યા હતા.
- 23 ડિસેમ્બર 2017નાં રોજ અનંતે પોતાના દાદા ધીરુભાઈ અંબાણીની જયંતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રઝ લિમિટેડની 40માં લિસ્ટિંગ પ્રસંગે એક જોરદાર ભાષણ આપ્યું હતું. તેમણે પોતાના ભાષણાં પોતાના પારિવારિક બિઝનેસને આગળ વધારવાની વાત કરી અને કહ્યું- મારા માટે રિલાયન્સ પરિવારની સેવા કરવી જ મારા જીવનનું સૌથી મહત્વપૂર્ણ મિશન છે. ભારતે બદલાવનું નેતૃત્વ કરવું જોઈએ અને રિલાયન્સે તે બદલાવમાં સૌથી આગળ રહેવું જોઈએ. રિલાયન્સ મારી જાન છે.
- 29 ઓગસ્ટ 2022નાં રોજ મુકેશ અંબાણીએ 45મી AGMમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ઉત્તરાધિકાર યોજનાઓની જાહેરાત કરી. જેમાં તેમણે અનંત અંબાણીને કંપનીની એનર્જી યુનિટના હેડ બનાવ્યા.
- અનંત અંબાણી ઘણાં આત્યાત્મિક છે અને ભગવાન બાલાજીમાં તેઓ ઘણી શ્રદ્ધા રાખે છે. તેમણે તિરુમાલામાં વેંકટેશ્વર મંદિર જવું ઘણું જ પસંદ છે.
- અનંત અંબાણીને જાનવરો સાથે પણ એટલો લગાવ છે કે તેઓને જાનવરો અને વન્ય જીવન પર એક એનસાઈકલોપીડિયા માનવામાં આવે છે.
- 28 ઓગસ્ટ 2023નાં રોજ અનંત અંબાણી, ઈશા અંબાણી અને આકાશ અંબાણીની સાથે એક નોન એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર તરીકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડમાં સામેલ થયા.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.