Western Railway Train Delay List: પશ્ચિમ રેલવેમાં બિલિમોરા અને અમલસદ સ્ટેશનો વચ્ચે ઈજનેરી કામને લઈને તારીખ 22 અને તારીખ 23 એપ્રિલના રોજ બ્લોક લેવાયો છે. જેના કારણે આ રૂટ પરથી પસાર થતી 10 ટ્રેનોના સંચાલનને અસર થશે. સંચાલનના સમયમાં સાડા ત્રણેક કલાકના સમયમાં ફેરફાર કરાયો હોવાથી મુસાફરો હાલાકીમાં મુકાશે.
ટ્રેન નંબર 22195 ઝાંસી-બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સાડા ત્રણ કલાક મોડી પડશે. ટ્રેન નંબર 20968 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ તારીખ 22 એપ્રિલે અઢી કલાક મોડી પડશે. તારીખ 21 એપ્રિલે ઉપડનારી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર એક્સપ્રેસ બે કલાક મોડી પડશે.
તારીખ 23 એપ્રિલના રોજ ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર એક કલાક, 09075 મુંબઇ સેન્ટ્રલ-કોઠગોડામ સ્પેશિયલ એક કલાક, ટ્રેન નં, 09055 બાન્દ્રા ટર્મિનસ-ઉધના સ્પેશિયલ 50 મિનિટ, ટ્રેન નંબર 09035 બાન્દ્રા ટર્મિનસ-બિકાનેર એક્સપ્રેસ એક કલાક, ટ્રેન નંબર 12925 મુંબઈ સેન્ટ્રલ-અમૃતસર સુપરફાસ્ટ 20 મિનિટ અને ટ્રેન નંબર 12216 બાન્દ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા 20 મિનિટ મોડી પડશે.