Gujarat Rain News: ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 160 જેટલા તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં 30 જેટલા તાલુકાઓમાં 1 ઈંચથી લઈને 9.8 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતાં અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા હતા, તો 4 જેટલા ગામ સંપર્ક વિહોણા બન્યાં હતાં. ડાંગના આહ્વા તાલુકામાં સૌથી વધુ 9.8 ઈંચ, વથઈમાં 5.19અને સુબીર તાલુકામાં 9.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગુરૂવારના રોજ ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દિવમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
બુધવારે જાણો ક્યાં સૌથી વધુ વરસાદ થયો
- આહવામાં 9.8 ઈંચ વરસાદ
- કપરાડામાં 9.5 ઈંચ વરસાદ
- વઘઈમાં 7.7 ઈંચ વરસાદ
- સુબીરમાં 7.1 ઈંચ વરસાદ
- ધરમપુરમાં 6.6 ઈંચ વરસાદ
- વાંસદામાં 6.3 ઈંચ વરસાદ
- ખેરગામમાં 4.8 ઈંચ વરસાદ
- દોલવાણમાં 4.1 ઈંચ વરસાદ
- માણસામાં 3.9 ઈંચ વરસાદ
- સુત્રાપાડામાં 3.8 ઈંચ વરસાદ