Saputara: રાજ્યમાં ચોમાસું શરૂ થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વઘઈ ખાતે આવેલો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ગીરાધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને સુરત જીલ્લો નવસારી જીલ્લો અને આહવા, ડાંગ સાપુતારામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ડાંગ જિલ્લામાં વરસી રહેલા વરસાદને કારણે વઘઈ પાસે આવેલો પ્રસિદ્ધ ગીરાધોધ સક્રિય થયો છે. ગીરાધોધ હાલમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. અંબિકા નદી પર આવેલા ગીરાધોધના નયન રમ્યા દ્રશ્યો સામે આવ્યા છે. પ્રવાસીઓને ગીરાધોધ નજીક ન જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત જિલ્લા, નવસારી જિલ્લા તેમજ સાપુતારા, ડાંગ અને આહવા, વઘઈમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસામાં અસંખ્ય ઝરણાઓ અને જળ ધોધ આકર્ષણનું કેન્દ્ર બને છે.