Chhota Udepur Rain: નસવાડી તાલુકાના ખોખરા (લા) ગામ નજીક વરસાદની પહેલી રમઝટ સાથે જ ધરતી માતા જાણે જીવંત થઈ ઉઠી છે. ડુંગરોની તળેટીઓ વચ્ચે 50 ફૂટ ઊંચેથી ધોધ વહેતા દ્રશ્ય એટલું અદભુત છે કે જાણે કોઈ ફિલ્મી નજારો જીવંત થઈ ગયો હોય. સવારથી સાંજ સુધી ધોધના પડતા પાણીનો ગુર્જર, ઠંડો પવન અને આસપાસનું લીલાછમ જંગલ મનને શાંત કરે છે.

રમણ્ય દ્રશ્યો જોવા મળ્યા
શહેરની દોડધામ અને ગરમીથી થાકેલ લોકોને અહીં પ્રાકૃતિક ઠંડકનો અનોખો લ્હાવો મળે છે. વોટરપાર્કમાં જે અનુભવ મળે છે તે કરતાં અનેકગણો શીતળાશ અને શાંતિ અહીં કુદરતે નિઃશુલ્ક આપે છે. આ વિસ્તાર એ માત્ર પ્રકૃતિપ્રેમીઓ માટે નહિ, પણ સ્થાનિક આદિવાસી સમાજ માટે પણ આશિર્વાદરૂપ સાબિત થયો છે. પ્રવાસીઓની અવરજવરથી આદિવાસી પરિવારોને રોજગારીના નવા દરવાજા ખુલી રહ્યા છે.

મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
ખોખરા ગામ નજીક આવેલો આ ધોધ ચોમાસાના આગમન સાથે હરિયાળીથી ઘેરાઈ જાય છે અને આસપાસનો વિસ્તાર જાણે સફરજનના બગીચા સમાન ખીલી ઉઠે છે. કુદરતના ખોળે થોડો સમય વિતાવવા ઇચ્છતા પ્રવાસીઓ માટે આ જગ્યા વાદળી આકાશ હેઠળ શાંત અને મનમોહક પિકનિક પોઇન્ટ બની ગઈ છે. અને કુદરતનું રહસ્યમય, શીતળ અને શાંત અનુભવ અહીં સહેલાણીઓ અનુભવી રહ્યા છે.