Chhotaudepur Rain News: બોડેલી વિસ્તારમાં વર્ષાઋતુનું આગમનને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા મેઘરાજા મન મૂકીને વરસતા બોડેલી સહિત વિસ્તારમાં ઠેર ઠેર માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વરસતા વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા રહીશોનો જીવ અધ્ધર થયો હતો. ત્યારબાદ બાદ મેઘરાજા શાંત થતા પાણી ઓસરી ગયા હતા. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસ ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે બોડેલી સહિત વિસ્તારમાં મેઘરાજાની પધરામણીથી ધરતી પુત્રોએ હાશકારો લીધો હતો.
મેઘરાજા મન મૂકીને વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા તેમજ ઠેર ઠેર માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ વરસાદે વિરામ લેતા પાણી ઓસરી ગયા હતા.
બીજી તરફ ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં સાનુકુળ વરસાદથી ધરતી પુત્રોમાં આનંદનો માહોલ છવાયો હતો. અલીખેરવાના એસ ટી ડેપો પાસે આવેલ ગોકુલ ટ્રેડર્સ પાસે ચોમાસાની ત્રઋતુમાં વરસાદી પાણી ભરાય છે અનેક વખતે રજૂઆત કરવા છતાં પંચાયત કોઈ કામગીરી કરતુ નથી. જેથી દુકાનદારોને હાલાકીનો સામનો કરવો પડે છે.