Chhotaudepur Rain News: છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. મલાજા ગામ પાસે આવેલા કોઝવે પરથી પસાર થઈ રહેલો એક પીકઅપ ટેમ્પો અચાનક પાણીના જોરદાર પ્રવાહમાં ખેંચાઈ ગયો હતો અને તણાવા લાગ્યો હતો. જોકે, સદનસીબે ત્યાં હાજર સ્થાનિક લોકોની તાત્કાલિક મદદને કારણે ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો.
મલાજા ગામ પાસેના કોઝવે પર પાણીનો પ્રવાહ કેટલો તેજ અને ધસમસતો હતો. આ જળસ્તર એટલું ઊંચું હતું અને પ્રવાહની ગતિ એટલી સ્પીડથી હતી કે ટેમ્પોચાલકે જ્યારે કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે કાબુ ગુમાવ્યો હતો. પાણીના ધસમસતા પ્રવાહના કારણે ટેમ્પો ત્યાં પલટી ખાઈ ગયો અને એકાએક પાણીમાં તણાવા લાગ્યો હતો.
ટેમ્પોચાલક જીવના જોખમે પાણીના આ તેજ પ્રવાહમાંથી પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જોકે, આ ઘટના બનતા જ ત્યાં હાજર સ્થાનિકોએ અદભુત સમયસૂચકતા અને સતર્કતા દાખવી હતી. તેઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને પાણીના જોખમી પ્રવાહ વચ્ચે પણ ટેમ્પોચાલકને બચાવી લેવામાં સફળ રહ્યા. આ એક સારી વાત કહી શકાય કે ચાલકનો જીવ બકી ગયો, પરંતુ કોતરમાં આ પીકઅપ ટેમ્પો હજુ પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો.