Salangpur Hanumanji: રક્ષાબંધન પર્વ નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવને રાખડીમાંથી બનાવેલા વાઘા પહેરાવ્યા, સિંહાસને નારિયેળીના પાનનો શણગાર કરાયો

સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sat 09 Aug 2025 08:42 AM (IST)Updated: Sat 09 Aug 2025 08:44 AM (IST)
salangpur-on-raksha-bandhan-lord-shrikashtabhanjan-adorned-with-rakhi-garland-throne-decorated-with-coconut-leaves-581919
HIGHLIGHTS
  • શનિવાર અને પવિત્ર રક્ષાબંધનના પર્વના સંયોગે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને નાળિયેરીના પાનનો શણગાર કર્યો છે.
  • દેશ-વિદેશથી બહેનોએ મોકલેલી રાખડીમાંથી બનાવેલા વાઘા હનુમાજીને પહેરાવ્યા છે.

Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત પવિત્ર નાળિયેરી પૂનમ-રક્ષાબંધન પર્વ નિમિત્તે તારીખ:09-08-2025 શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને નારિયેળીના પાનનો ભવ્ય શણગાર કરાયો એવં સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે બપોરે 11:15 કલાકે છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો હતો.

આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રાવણ સુદ પૂર્ણિમા, શનિવાર અને પવિત્ર રક્ષાબંધનના પર્વના સંયોગે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને નાળિયેરીના પાનનો શણગાર કર્યો છે. સિંહાસનની ઉપરર કમળ આકારની ડિઝાઈન છે. બાજુમાં બે બતકની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ ઉપરાંત દેશ-વિદેશથી બહેનોએ મોકલેલી રાખડીમાંથી બનાવેલા વાઘા હનુમાજીને પહેરાવ્યા છે. બહેનોએ મોકલેલા પત્ર પણ દાદા સમક્ષ મૂક્યા છે. આજે 108 મંત્રથી દાદાનું શ્રીફળથી પૂજન થશે. આ સાથે દાદાની ષોડપશોચાર પૂજા કરવામાં આવશે.

પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દર રવિવારે રાજોપચાર પૂજન એવં મહા સંધ્યા આરતી સાંજે 06:30 થી 07:00 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તારીખ 25-07-2025થી તારીખ 28-08-2025 સુધી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર - દર શનિવારે ફુટ અન્નકૂટ, છપન્ન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રુટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટ- સવારે - સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ-દૈનિક મારુતિ યજ્ઞ- ષોડશોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી - રાજોપચાર પૂજન અને મહા સંધ્યા આરતી - શ્રીકૃષ્ણ જન્મોત્સવ - દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર-શ્રીહરિ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દાદાના દરબારમાં દર મંગળવારે સવારે -સાંજે સંગીતમય સુંદરરકાંડ પાઠ - વિભિન્ન સુંદરકાંડ મંડળો દ્વારા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. જેની મંદિર તરફથી સાઉન્ડની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પવિત્ર પ્રસંગે શ્રીકૃષ્ણ જન્મોત્સવનું તારીખ 16 ઓગસ્ટ 2025ના રોજ મટકી ફોડ, કેક કટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, DJના તાલે યુવાનો થનગનાટ કરશે એવં રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન શ્રીહનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન તેમજ દર સોમવારે શ્રીનિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે. સવારે 7થી સાંજે 6 દરમિયાન કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિરમાં દિવ્ય સત્સંગ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય દરરોજ સાંજે 4 થી 6:30 કલાકનો છે