Salangpur Hanumanji: સાળંગપુરમાં ગણેશ ચતુર્થીએ હનુમાનજીના સિંહાસને અષ્ટવિનાયક દેવની થીમનો શણગાર, શ્રીકષ્ટભંજન દેવને ગણેશજીની થીમવાળા વાઘા પહેરાવ્યા

સવારે 9:00 કલાકે શ્રીહરિ મંદિરમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા ગણપતિદાદાનું પૂજન અને અર્ચન કરવામાં આવ્યું. પૂજન બાદ, કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ ગણપતિજીની આરતી ઉતારી હતી.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Wed 27 Aug 2025 09:31 AM (IST)Updated: Wed 27 Aug 2025 09:31 AM (IST)
salangpur-on-ganesh-chaturthi-hanumanjis-throne-adorned-with-ashtavinayak-dev-theme-shrikashtabhanjan-dev-in-ganesha-attire-592398
HIGHLIGHTS
  • આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને અષ્ટવિનાયક દેવની થીમનો શણગાર કરાયો છે.
  • હનુમાનજીના સિંહાસને આઠ પ્રકારના ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવી છે.

Salangpur Hanumanji: સાળંગપુરધામ સ્થિત સુપ્રસિદ્ધ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું હતું.

આ પ્રસંગે, તારીખ 27-08-2025, બુધવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગારથી સજાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સવારે 9:00 કલાકે શ્રીહરિ મંદિરમાં પવિત્ર બ્રાહ્મણો દ્વારા ગણપતિદાદાનું પૂજન અને અર્ચન કરવામાં આવ્યું. પૂજન બાદ, કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ ગણપતિજીની આરતી ઉતારી હતી. આ દિવ્ય અને અનેરા દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો.

આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને અષ્ટવિનાયક દેવની થીમનો શણગાર કરાયો છે. હનુમાનજીના સિંહાસને આઠ પ્રકારના ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવી છે. તો દાદાને ગણેશજીની થીમવાળા વિશેષ વાઘા પહેરાવામાં આવ્યા છે.