Anand-Petlad Highway, Accident: મળતી માહિતી પ્રમાણે, આણંદના વાસદથી તારાપુર તરફ જઈ રહેલી સ્વિફ્ટ કાર નંબર GJ-16 BG-0762 ના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી અને પલટી મારી ગઇ હતી.
કારનો બુકડો બોલી ગયો
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, આખી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોમાંથી બેના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પતરા કાપીને મૃતદેહોને બહાર કઢાયા
આ ગંભીર આકસ્માતની જાણ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સનો કરતા, તેમનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્મમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનાને કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના દરવાજા અને પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
મૃતકોની યાદી
- રુપારામ અર્જુનરામ
- સંપતરામ સુગનારામ
- અન્નારામ નૈનારામ