Amreli News : અમરેલી જિલ્લાના બાબરાના ખાખરિયા ગામની સીમ વિસ્તારમાં ઊભી મોસમોટી પવનચક્કી ધરાશાયી થઈ હોવાની ધટના સામે આવી છે. બેથી ત્રણ મહિના પહેલા અયાના કંપની દ્વારા પવન ચક્કી ઊભી કરવામાં આવી હતી. આજે વહેલી સવારે ટ્રાયલ કરવા જતાં પવનચક્કી ધરાશાયી થઈ હતી.
આખી પવનચક્કી વચ્ચેથી બટકી કંપનીને કરોડો રૂપિયાની નુકસાની થઈ છે. મોટી જાનહાનિ ટળી મજૂર સહીત આજુ બાજુ ખેતરો ધરાવતાં ખેડૂતોનો થયો ચમત્કારિક બચાવ.બાબરાના ગામડાઓમાં હજારોની સંખ્યામાં ઉભી કરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર આજે વહેલી સવારે અમરેલી જિલ્લાના બાબરાના ખાખરીયા ગામે આવેલ આવેલી પવનચક્કી અચાનક જ હાજર હશે તથા દોડધામ મચી જવા પામી હતી. આજુબાજુમાં કે પવન ચક્કીના નીચે કોઈ ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.