Amreli News: ધારી પાસેનો ખોડિયાર ડેમ 70 ટકા ભરાયો, અમરેલી અને ભાવનગરના નીચાણવાળા ગામોને સાવચેત કરાયા

ડેમના નીચાણવાળા ગામના લોકોને કે કોઈપણ નાગરિકોને નદી કે પટમાં કાંઠા વિસ્તારમાં અવર જવર કરવી નહિ, સલામત સ્થળે ખસી જવું તેમજ સાવચેતીના તમામ પગલા લેવા માટે સૂચિત કરવામાં આવ્યા છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 24 Aug 2025 06:57 PM (IST)Updated: Sun 24 Aug 2025 06:57 PM (IST)
amreli-and-bhavnagar-villages-on-alert-as-khodiyar-dam-nears-overflow-591110

Amreli News: શેત્રુંજી નદી પરના અમરેલી જિલ્લાના ધારી પાસે આવેલા ખોડિયાર ડેમ ભરાઈ ગયો છે. અમરેલી અને ભાવનગર જિલ્લાના નીચાણવાળા વિસ્તારના નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ખોડિયાર સિંચાઇ યોજનામાં પાણીની આવક થતાં તે તેના ડિઝાઇન સ્ટોરેજના 70 ટકા ભરાયેલ હોવાથી નિયમોનુસાર હાઇએલર્ટ આપવામાં આવ્યું છે. જળાશય પૂર્ણ સપાટીએ ભરાતા કોઇપણ સમયે ડેમના દરવાજા ખોલવામાં આવશે.

ડેમના નીચાણવાળા ગામના લોકોને કે કોઈપણ નાગરિકોને નદી કે પટમાં કાંઠા વિસ્તારમાં અવર જવર કરવી નહિ, સલામત સ્થળે ખસી જવું તેમજ સાવચેતીના તમામ પગલા લેવા માટે સૂચિત કરવામાં આવ્યા છે.અમરેલી જિલ્લાના ધારી, આંબરડી, ભાઠ, પાલડી, પાદરગઢ, બગસરા તાલુકાના હાલરિયા અને હુલરિયા, અમરેલી તાલુકાના સરંભડા, નાના માંડવડા, મેડી, તરવડા, બાબાપુર, વાંકિયા, ગાવડકા, પીઠવાજાળ, વિઠ્ઠલપુર, મોટા ગોખરવાળાને સાવચેત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત નાના ગોખરવાળા, લીલીયા તાલુકાના કણકોટ, આંબા, ક્રાંકચ, બવાડા, બવાડી, ઇંગોરાળા, શેઢાવદર, લોકા અને લોકી, સાવરકુંડલા તાલુકાના બોરાળા, જૂના સાવર, ખાલપર, આંકોલડા, મેકડા, ફિફાદ, ઘોબા અને પીપરડી ગામને સાવચેત કરવામાં આવ્યા છે.

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ઠાંસા, જૂના ગુજરડા, મનાજી, રાણીગામ અને સતાપડા તથા પાલીતાણા તાલુકાના ચોક, ડુંગરપુર, હાથસણી, જાલીલા, જીવાપર, રાણપરડા અને રોહીશાળા સહિત ખોડિયાર ડેમના નીચાણવાળા અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સાવચેત રહેવા અમરેલી ફ્લડ સેલ દ્વારા સૂચના આપવાની આવી છે.