સિલ્વર ઓક યુનિવર્સિટીમાં સંવાદ (Symposium) 2024નું સફળતાપૂર્વક આયોજન, 500થી પણ વધારે સભ્યોએ ભાગ લીધો

આર્ટ્સ, કોમર્સ, મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, કમ્પ્યુટર વિજ્ઞાન,લો, ફિઝિયોથેરાપી, ફાર્મસી, નર્સિંગ અને એવિએશનના પ્રખ્યાત નિષ્ણાતો મહેમાનવક્તા તરીકે જોડાયા હતા.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Wed 11 Dec 2024 03:00 PM (IST)Updated: Wed 11 Dec 2024 03:00 PM (IST)
symposium-2024-successfully-organized-at-silver-oak-university-more-than-500-members-participated-443137

Ahmedabad News: સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં સંવાદ (Symposium) 2024નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ યુનિવર્સિટીના શિક્ષક ગણ તેમજ નોન-ટિચિંગ સ્ટાફ માટે યોજવામાં આવ્યું હતું. જેના મુખ્ય હેતુ તેમની વ્યવસાયિક કુશળતામાં વધારો કરવો, આધુનિક ટેકનોલોજી અને સંશોધનના નવા દરવાજાઓ ખોલવા માટે પ્રેરિત કરવાનું તેમજ વિવિધ વિષયોમાં જ્ઞાનની વિશાળ તકો પ્રદાન કરવાનું હતું.

કાર્યક્રમમાં 500થી પણ વધારે સભ્યોએ ભાગ લીધો, જેમાં 350થી વધારે ફેકલ્ટી અને 150થી વધુ નોન-ટિચિંગ સ્ટાફના સભ્યોએ હાજરી આપી હતી . વિવિધ ક્ષેત્રો જેમ કે આર્ટ્સ, કોમર્સ, મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, કમ્પ્યુટર વિજ્ઞાન,લો, ફિઝિયોથેરાપી, ફાર્મસી, નર્સિંગ અને એવિએશનના પ્રખ્યાત નિષ્ણાતો મહેમાનવક્તા તરીકે જોડાયા હતા. દરેક વિભાગ માટે ખાસ સત્ર નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં તાજેતરના ટ્રેન્ડ્સ, નવીનતમ પદ્ધતિઓ અને વ્યાવસાયિક વિકાસ અંગે પ્રેરણાદાયક માહિતી આપવામાં આવી હતી. આ સત્રોમાં ટેકનોલોજી, શિક્ષણ અને કારકિર્દી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. જેથી તેઓ જીવનમાં વધુ સફળતા પ્રાપ્ત કરી શકે.

વક્તાઓએ તેમના વિચારો અને જ્ઞાનથી શ્રોતાઓને પ્રેરણા આપતા જણાવ્યું, કે ઈનોવેશન એ કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેની શ્રેષ્ઠ કડી છે, જે ભવિષ્યની નવી શક્યતાઓ માટે માર્ગને સરળ બનાવે છે અને શિક્ષણ એ ઇનોવેશન સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ છે.