Ahmedabad News: સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા નવરાત્રિના પાવન અવસર પર રાસ રસિયા 2024ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ બે દિવસીય ઉત્સવ ગત 8 અને 9 ઓક્ટોબર, 2024ના રોજ અમદાવાદના સરગમ ફાર્મ ખાતે યોજાયો હતો. જ્યાં વિદ્યાર્થીઓ, સ્ટાફ અને આમંત્રિત મહેમાનોની મોટી સંખ્યાએ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ ઉત્સવમાં ભક્તિ, ગરબા અને ઉત્સાહનું અદ્ભુત મિશ્રણ જોવા મળ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર અંજુ શર્મા (IAS), એડિશનલ ચીફ સેક્રેટરી, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગ, ગુજરાત સરકાર, સુશીલ શર્મા, નેશનલ પ્રેસિડન્ટ, કોટેક મહિન્દ્રા બેંક, પ્રો. એસ.પી.સિંહ, વાઇસ ચાન્સેલર, કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી, ધીરજ કાકા, લીગલ પ્રોફેશનલ એડવાઇઝર અને શ્રી વિદેહ ખરે (ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, અમદાવાદ) તેમજ ડૉક્ટર લવીના સિન્હા (આઈ.પી.એસ., ડી.સી.પી. સાયબર ક્રાઇમ, ગુજરાત)ની ઉપસ્થિતિથી રહી હતી.
આ જ સાથે યુનિવર્સિટીના મેનેજમેન્ટની વિશેષ ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વધુ ઉજવણીભર્યો બનાવ્યો જેમાં પૂનમ અગ્રવાલ (એક્ઝિક્યુટિવ પ્રેસિડન્ટ), જનક ખાંડવાલા (વાઇસ પ્રેસિડન્ટ), શ્વેતા ખાંડવાલા (ડાયરેક્ટર - એકેડેમિક્સ), આદિત્ય અગ્રવાલ (ડાયરેક્ટર), સાક્ષી અગ્રવાલ (ડાયરેક્ટર), અનુશ્રી અગ્રવાલ (ડાયરેક્ટર), ડૉક્ટર સૌરિન શાહ (વાઇસ ચાન્સેલર) અને ડૉક્ટર પીના ભટ્ટ (પ્રો વાઇસ ચાન્સેલર) ઉપસ્થિત રહ્યા હતા.
માતાજીની આરતીમાં તમામ મહેમાનો શ્રદ્ધાભાવે જોડાયા અને પરંપરાગત ગરબામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તારિકા જોષી અને તેમની ટીમ દ્વારા કરાયેલા પ્રભાવશાળી પ્રદર્શનોએ ત્યાંનો માહોલ વધુ ઉત્સાહી બનાવી દીધો હતો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને વિવિધ કેટેગરીમાં ઇનામો આપવામાં આવ્યા હતા.