Ahmedabad News: 11 જાન્યુઆરી 2025ના રોજ સિલ્વર ઓક યુનિવર્સિટીના કેમ્પસમાં પતંગોત્સવની રંગબેરંગી અને ઉત્સાહસભર ઉજવણી કરવામાં આવી હતી. કેમ્પસમાં પતંગની મોજ અને આકાશમાં ફેલાયેલા રંગીન દ્રશ્યોએ ઉત્સવના માહોલને વધુ યાદગાર બનાવી દીધો હતો. આ દિવસ સમગ્ર યુનિવર્સિટી પરિવાર, સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે યાદગાર બની ગયો હતો.
આ ઉજવણીમાં 2000થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ડીજેની ધમાકેદાર ગૂંજ પર ગરબા અને ડાન્સ કર્યો હતો. કાઈપો છેની બૂમો સાથે પતંગ ચગાવ્યા હતા અને તહેવારની મીઠી મજા માટે ચિક્કી, શેરડી અને બોરની મજા માણી હતી. સમગ્ર કેમ્પસ આનંદ અને ઉત્સાહથી ગૂંજાયું હતું.
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર સૌરીન શાહ, પ્રો વાઇસ ચાન્સેલર ડૉક્ટર પીના ભટ્ટ, સલાહકાર ડૉક્ટર એમ. એન. પટેલ અને રજીસ્ટાર મિત શાહે પતંગોત્સવમાં ઉપસ્થિત રહીને તહેવારનો આનંદ માણ્યો હતો અને સૌને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી.