Ahmedabad News: સિલ્વર ઓક યુનિવર્સિટીના એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા IT અને કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના વિધ્યાર્થીઓ માટે હાઇ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ (HPC) વિષય પર એક મહત્ત્વપૂર્ણ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ઓલ-ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE)ની સંકલ્પ (AICTE-SANKALP) પહેલ હેઠળ યોજાયું હતું.
આ સત્રમાં 100થી વધુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. C-DAC માસ્ટર ટ્રેનર અને R. N. G. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (RNGPIT), બરડોલીના ઇન્ટરનેશનલ એમ.એસસી. (IT) ડિપાર્ટમેન્ટના વડા ડૉક્ટર વિશાલ નાયક આ સત્રના મુખ્ય વક્તા હતા.
ડૉક્ટર નાયકે હાઇ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ અને તેની ટેક્નોલોજી પર સરળ રીતે સમજાવતાં માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આ ટેક્નોલોજી અને તેના નવા ટ્રેન્ડ્સ વિશે ચર્ચા કરી અને પ્રાયોગિક ઉદાહરણો દ્વારા તેના ઉપયોગની રીતો સમજાવ્યાં હતા. આ સત્રમાં વિદ્યાર્થીઓને નેટવર્કિંગ માટે અનોખી તક મળી હતી. જ્યાં તેમણે ડૉક્ટર નાયક સાથે પોતાના પ્રોજેક્ટ્સ અને વિચારો પર ચર્ચા કરી હતી.