Silver Oak University: સિલ્વર ઓક યુનિવર્સિટીએ OPPO India અને ઓલ-ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) સાથે મળીને 'જનરેશન ગ્રીન ' અભિયાનનો બીજો તબક્કો 1M1Bની સહાયથી સફળતાપૂર્વક આયોજિત કર્યો હતો.
આ અભિયાનના ભાગરૂપે, વિદ્યાર્થીઓમાં ઇલેક્ટ્રોનિક વેસ્ટ (ઈ-વેસ્ટ) અંગે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બગડેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેમ કે મોબાઇલ ફોન, ચાર્જર્સ, બેટરી અને વાયરના યોગ્ય નિકાલ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સની ચેરપર્સન કસુમ કૌલ વ્યાસ, ડૉ. ગૌરાંગ બન (સલાહકાર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડૉ એમએન પટેલ (સલાહકાર, સિલ્વર ઓક યુનિવર્સિટી) અને રાકેશ ભારદ્વાજ (હેડ ઓફ પબ્લિક અફેર્સ, OPPO ઇન્ડિયા) જેવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સિલ્વર ઓક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નાટક, કાવ્ય પઠન અને પોસ્ટર મેકિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને ઇ-વેસ્ટ મેનેજમેન્ટ વિષયક માહિતી અને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.
ડૉ એમએન પટેલ, સિલ્વર ઓક યુનિવર્સિટીના એડવાઇઝરે જણાવ્યું હતું કે,OPPO India સાથે આ ઈ-વેસ્ટ જાગૃતિ અભિયાનમાં ભાગ લેવી એ અમારી પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. 200 થી વધુ સ્કૂલોને જોડીને, અમે ઇ-વેસ્ટના જવાબદારીપૂર્વકના નિકાલ અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છીએ, જે ભવિષ્યમાં ટકાઉ વિકાસના માર્ગદર્શક બનશે.
OPPO Indiaના પબ્લિક અફેર્સ વડા, રાકેશ ભારદ્વાજે કહ્યું હતું કે, “વિદ્યાર્થીઓના હાથમાં સસ્ટેનેબિલિટીનું ભવિષ્ય છે.” OPPO દ્વારા યુનિવર્સિટીઓ સાથે મળીને 4,00,000 થી વધુ પ્રતિજ્ઞાઓ લેવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય ઇ-વેસ્ટના રિસાયકલ દરને 20% થી વધારીને 80% સુધી લાવવાનો છે.
મુખ્ય મહેમાન, કસુમ કૌલ વ્યાસે 3R – Reduce, Reuse, Recycle – ના મહત્વ પર ભાર મૂક્યો હતો. ડૉ. ગૌરાંગ બન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સલાહકારએ જણાવ્યું હતું કે, "અમે કઠોર નિયમો સાથે લાઇસન્સ આપી બાયોટેક વેસ્ટના નિકાલમાં સફળતા મેળવી છે. હવે આપણે સાથે મળીને ઇ-વેસ્ટ મેનેજમેન્ટમાં પણ પગલા ભરવાના છે.