Duplicate Ration Card Apply Online: ઘણા લોકોને રેશનકાર્ડ સાથે જોડાયેલા અનેક પ્રશ્નો મુંજવતા હોય છે આ અંગે આજે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે કે જો તમારું રેશન કાર્ડ ફાટી જાય, ખોવાઈ જાય કે બળી જાયા તો શું કરવું. કેવી રીતે નવું કાર્ડ મેળવવું અને તેના માટેની પ્રક્રિયા શું છે તેમજ કયા કયા પુરાવા આપવાના રહશે.
સામાન્યતઃ રાજ્યની અંદર વસવાટ કરતાં દેશના દરેક નાગરીકોને રેશનકાર્ડ મેળવવાનો અધિકાર છે. આ માટે રાજ્ય સરકારે નક્કી કરેલ નિયત નમૂના મુજબના ફોર્મમાં કુટુંબના વડાએ સંપૂર્ણ વિગતો આપી તેમના વિસ્તારના તાલુકા મામલતદાર / ઝોનલ અધિકારીની કચેરીમાં આધાર-પુરાવા સાથે અરજી કરવાની રહે છે. સીટીઝન ચાર્ટરની જોગવાઇ મુજબ તાલુકા મામલતદાર શ્રી/ઝોનલ અધિકારીએ અરજદારની અરજી અંગે ચકાસણી અને જરૂરીયાત મુજબ સ્થળ તપાસ કરી કાર્ડની કેટેગરી નક્કી કરે છે.
રેશનકાર્ડ ફાટી, ખોવાઈ, બળી ગયુ હોયતો ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૯ ભરી તાલુકાના એ.ટી.વી.ટી. (ATVT) સેન્ટરમાં અથવા શહેરી વિસ્તારમાં ઝોનલ કચેરીએ રજુ કરવાનું રહેશે. આ ફોર્મમાં કઈ કઈ વિગતો ભરવાની રહેશે તેના પર નજર કરીએ. ફોર્મમાં અરજદારનું નામ , રેશનકાર્ડ નંબર, સરનામુ, ચૂંટણી કાર્ડ નંબર આપવાનો રહેશે. ફોર્મ એકદમ સરળ છે. ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટેની ફી પણ વધુમાં વધુ 40 રૂપિયા છે.