ઉદયપુર પોલીસે કોડિયાત રોડ પર આવેલી હોટલ ગણેશમાં ચાલી રહેલી રેવ પાર્ટી અને કુટણખાનાના અડ્ડા પર મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે હોટલમાં રેવ અને મુજરા પાર્ટી ચાલી રહી છે, જેમાં યુવક-યુવતીઓને દારૂ અને માદક દ્રવ્યો પીરસવામાં આવી રહ્યા છે. આ દરોડા દરમિયાન પોલીસે 50થી વધુ લોકોની અટકાયત કરી છે, જેમાં 11 મહિલાઓ અને 39 પુરુષોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મોટી માત્રામાં માદક દ્રવ્યો પણ મળી આવ્યા છે.
આરોપીઓ પૈકી મોટાભાગના લોકો ગુજરાતના છે, જેઓ ખાસ આ પાર્ટીમાં હાજરી આપવા માટે બસ દ્વારા ઉદયપુર આવ્યા હતા. પોલીસે હોટલના માલિક અને આયોજક વિશ્વજીત સોલંકી તેમજ દલાલની પણ ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પાર્ટીમાં જોડાવા માટે દરેક વ્યક્તિ પાસેથી 5 હજાર રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. માહિતીની પુષ્ટિ કરવા માટે પોલીસે એક હેડ કોન્સ્ટેબલને ગ્રાહક તરીકે મોકલ્યો હતો, જેણે ત્યાં મુજરો ચાલતો હોવાનું અને છોકરીઓ નાચી રહી હોવાનું જણાવ્યું હતું.
પોલીસ પૂછપરછ અને આગામી કાર્યવાહી
DySP સૂર્યવીર સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, અટકાયત કરાયેલા તમામ લોકોના દસ્તાવેજોની ચકાસણી અને પૂછપરછ ચાલી રહી છે. મોટાભાગના લોકો પ્રવાસીઓ છે, જે ઉદયપુરની બહારના છે.
આ પણ વાંચો
આરોપીઓના નામ
- અમદાવાદ: નિકુંજ વિનજોર
- મોરબી: જયપાલસિંહ જાડેજા, સોરીયા નિશિત, પ્રફુલ્લ સોરિયા
- જૂનાગઢ: પંકજ પન્સુરીયા, દલ અસલમ, દેવાભાઈ, આરબ અબાહસન, અલ્તાફ કુરેશી, રાજકુમાર અલવાની, પ્રવીણ પરમાર, મુન્નાભાઈ, ચિરાગ
- ગીર સોમનાથ: ભાસ્કર પુરોહિત, જશપાલભાઈ ચૌહાણ, કલ્પેશ હડીયા, અમિત ગંગવાની, વિપુલ કાનાબાર, ગૌતમ વ્યાસ
- જામજોધપુર: દીપ કુમાર
- રાજકોટ: મોસીન
- પોરબંદર: કિશન ચિત્રોડા, ભીમાભાઇ ઓડેદરા
- જામનગર: અંકુર કલરીયા, ભાવિન ગંગાની
- અમરેલી: મેહુલ ઠુંમર
- સુરત: કિશોર દાફડા
- અન્ય: મૌલિક કુમાર, રાઠોડ હાસિમ, જીશાંતભાઈ લલિત પાનસુરીયા, કૃષ્ણ ભાઈ ભાટુ ઉનડકટ, (ચાર મહિલાઓ)