Gujarat University Admission 2025: સરકાર દ્વારા રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓ માટે ગત વર્ષથી લાગુ કરાયેલી જીકાસ પોર્ટલ આધારી કોમન ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ગત વર્ષે અનેક છબરડા-વિવાદો બાદ હવે આ વર્ષે ડીસેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયાનો વિકલ્પ પણ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીને હવે UG અને PGમાં પોતાની ચોઈસ અને મેરિટ મુજબ એક જ કોર્સમાં એક કરતા વધુ કોલેજ સંસ્થામાં બેઠકો ઓફર થશે. જેમાંથી વિદ્યાર્થીએ પોતે નક્કી કરવાનું રહેશે કે કોઈ કોલેજમાં તેણે પ્રવેશ લેવો છે. આ વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં ડિસેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.
જીકાસ આધારીત UG અને PGની કોમન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત હાલ જીકાસના પોર્ટલમાં UG માટે ક્વિક રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. જો કે ધોરણ 12નું પરિણામ આવ્યા બાદ ફાઈનલ રજિસ્ટ્રેશન શરૂ થશે. ફાઈનલ રજિસ્ટ્રેશન પુરૂ થયા બાદ મેરિટ મુજબ પ્રવેશ ફાળવણી શરૂ થશે.
આ વર્ષે 15 યુનિવર્સીટીમાંથી ગુજરાત યુનિવર્સિટી સહિતની બે યુનિવર્સિટીએ ડેન્ટ્રલાઈઝડ પ્રવેશ સિસ્ટમ સ્વીકારી યુનિવર્સિટીમાં UG-PGની 70થી હજારથી વધુ બેઠકો છે. જેમાં પ્રથમ UGમાં બી.એ, બીકોમ, બીબીએ, બીસીએ તથા બીએસસીથી માંડી વિવિધ ઈન્ટિગ્રેટેડ કોર્સીસમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીએ જીકાસના પોર્ટલમાં રજિસ્ટ્રેશન સાથે જેટલી કોલેજોમાં-કોર્સીસમાં ચોઈસ ભરી હશે તે મુજબ અને કોલેજના મેરિટ મુજબ પ્રવેશ ફાળવાશે. જીકાસ દ્વારા કોલેજ-યુનિવર્સિટી વાઈઝ-કોર્સ વાઈઝ વિદ્યાર્થીઓનું મેરિટ-ઓફર લિસ્ટ તૈયાર કરી દેવાશે અને જે જે તે યુનિવર્સિટી-કોલેજને પોતાના એકાઉન્ટમાં દેખાશે. વિદ્યાર્થીને આ વર્ષે પોતાની ચોઈસ મુજબ એક ઓફર થશે. જેમાંથી વિદ્યાર્થીએ પોતે નક્કી કરવાનું રહેશે કે ક્યાં પ્રવેશ કન્ફર્મ કરવો છે.